Category: માધવનગર હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાં કર્મીએ ગળે ફાંસો ખાધો1

માધવનગર હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાં કર્મીએ ગળે ફાંસો ખાધો

સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ સુઈ ગામ બનાસકાંઠા હાલ રહે માધવનગર હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે રહેતા અને નોકરી કરતાં 54 વર્ષીય વશરામભાઇ ધુળાભાઈ મકવાણાએ અગમ્ય કારણોસર ટ્રેનિંગ સેન્ટર ખાતે ગાર્ડ રૂમ ઉપર આવેલ રૂમમાં દોરડાથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી સમગ્ર મામલે મૃતકના પુત્રએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
બનાવને લઈને હોમગાર્ડના ઉચ્ચ અધિકારી પણ બનાવ સ્થળે પહોચ્યા હતા મૃતક વશરામભાઇ ધુળાભાઈ મકવાણા માધવનગર હોમગાર્ડ ટ્રેનિંગ ખાતે આશરે 2 વર્ષથી નોકરી કરતાં હતા અને છેલ્લા 30 વર્ષથી બોર્ડર વિંગ હોમગાર્ડના કર્મચારી ફરજ બજાવતા હતા. જો કે કર્મીએ જીવન ટુકાવતાં પરિવાર પર આભ ફાટયું હતું. મૃતકની લાશને પીએમ અંતે સાણંદ સિવિલ ખસડી હતી. ઘટનાની જાણ અમદાવાદ ગ્રામ્ય ઇ. પોલીસ અધિક્ષક મેઘા તેવાર થતાં સાણંદ ખાતે પહોચી પરિવાર સાથે અને મૃતકના પુત્રને મળી હિંમત આપી હતી. સૂત્રોએ કહ્યું કે મૃતક વશરામભાઇ ધુળાભાઈ મકવાણાને જીભનું કેન્સલ હતું અને છેલ્લા 2 વર્ષ આસપાસથી તેના ઈલાજ માટે દવાઓ પણ ચાલુ હતી. બીમારીના તણાવને લઈને કર્મીએ જીવન ટુકાવ્યું હોય તેમ હાલ પોલીસ સૂત્રોને લાગુ રહ્યું છે. જો કે સમગ્ર મામલે સાણંદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે.

Social