Category: માનસિક વિકલાંગ ખેલાડીઓનું રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઈડ અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા સન્માન કરવામાં આવ્યું1

માનસિક વિકલાંગ ખેલાડીઓનું રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઈડ અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા સન્માન કરવામાં આવ્યું

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત અને રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ નાં સંયુક્ત નેજા હેઠળ વર્લ્ડ સમર ગેમ્સ 2023 જર્મની (બર્લિન)માં ભાગ લેનાર ગુજરાત રાજ્યનાં મનો દિવ્યાંગ ખેલાડીઓ અને તેમના કોચનું સન્માન કરવા માટે આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, રાયસન, ગાંધીનગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ નાં રાષ્ટ્રીય ચીફ કમિશનર ડો.અમિતકુમાર રાવલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમણે માનસિક રીતે વિકલાંગ ખેલાડીઓ અને તેમના કોચને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત નાં વરિષ્ઠ અધિકારી ડો.આપ્ટેએ જણાવ્યું હતું કે ખેલાડીઓના પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું છે. તેમણે કહ્યું કે માનસિક રીતે વિકલાંગ ખેલાડીઓ કોઈપણ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા સક્ષમ હોય છે, જો તેમને યોગ્ય તકો અને પ્રોત્સાહન મળે.

આ કાર્યક્રમમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાતનાં વરિષ્ઠ અધિકારી શ્રી પ્રો. ડી.જી. ચૌધરીએ કહ્યું કે માનસિક રીતે વિકલાંગ ખેલાડીઓએ વર્લ્ડ સમર ગેમ્સ 2023માં કુલ 14 મેડલ જીત્યા છે. તેણે કહ્યું કે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે અને દર્શાવે છે કે માનસિક વિકલાંગ ખેલાડીઓ પણ કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છે.

કાર્યક્રમમાં સર્વ શિક્ષા અભિયાન, ગુજરાત રાજ્યના સચિવ શ્રી મહેતા સાહેબે જણાવ્યું હતું કે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાતે વર્લ્ડ સમર ગેમ્સ 2023માં ભાગ લેનાર માનસિક વિકલાંગ ખેલાડીઓને તાલીમ આપવા માટે અનેક શિબિરોનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે આ શિબિરો દ્વારા ખેલાડીઓને રમતના નિયમો અને તકનીકો વિશે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં તમામ માનસિક વિકલાંગ ખેલાડીઓ અને તેમના કોચને રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાતનાં તમામ રાજ્ય અને જિલ્લાનાં અધિકારીઓ સાથે સમગ્ર ટીમ અને રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સનાં અધિકારીઓ ડો. મહેબૂબઅલી સૈયદ (રાષ્ટ્રીય ખજાનચી), વિશાલ શાહ (ઓર્ગેનાઈઝિંગ કમિશનર – ગુજરાત રાજ્ય), વીણાબેન રાવલ (આસિસ્ટન્ટ કમિશનર – ગાઈડ્સ – ગુજરાત રાજ્ય), પાર્થ વ્યાસ (ટ્રેનર – ગુજરાત રાજ્ય) અને અન્ય સભ્યો ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Social