Category: મોરૈયામાં કેસર સીટીમાંથી બે ઘરમાંથી ઇંગ્લિશ દારૂ સાથે 2 પકડાયા1

મોરૈયામાં કેસર સીટીમાંથી બે ઘરમાંથી ઇંગ્લિશ દારૂ સાથે 2 પકડાયા

સાણંદ તાલુકાનાં મોરૈયા ગામે આવેલ કેસર સિટીમાં અલગ અલગ બે મકાનમાં ચાંગોદર પોલીસે રેડ કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી રૂ. 12300નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોએ જણાવ્યુ કે ચાંગોદર પોલીસ સ્ટેશનના પો.કો. દિંગતભાઈ મુળજીભાઈ,પો.કો. પ્રવીણસિંહ બળવંતસિંહ,હે.કો અનીરુધ્ધસિંહ આયદાન, હે.કો પ્રુથ્વીરાજસિંહ ભરતસિંહ, હે.કો ધર્મેન્દ્રસિંહ જીલુભા સહિત પોલીસની ટીમે બાતમી આધારે પ્રથમ સાણંદના મોરૈયા કેસર સીટી બ્લોક નં ઈ-07 ખાતે રેડ કરી ઘરમાંથી વિદેશી દારૂની 21 બોટલ જપ્ત કરી દિપકભાઈ મશરૂભાઈ બારોટને પકડી લીધો હતો જ્યારે કેસર સીટી બ્લોક નં એન-204માં પોલીસે રેડ કરી ઘરમાંથી વિદેશી દારૂની નાની મોટી 38 બોટલો, 10 બિયરના ટીન,મોબાઈલ મળી રૂ.10200નો દ્દામાલ જપ્ત કરી પિન્ટુભાઈ દેવજીભાઈ ઉમેદજી માળી (મુળ રહે.ડિસાગામ બનાસકાઠા)ને પકડી લઈ બંને ઇસમોએ વિરુદ્ધ અલગ અલગ ગુના નોંધી ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરી છે.

Social