Category: રાજકોટના માણેકવાડા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર SMCની રેડ, 18 જુગારીઓ ઝબ્બે, 94.33 લાખનો મુદ્દામાલ જપ્ત1

રાજકોટના માણેકવાડા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર SMCની રેડ, 18 જુગારીઓ ઝબ્બે, 94.33 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લામાં વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં મહેન્દ્રસિંહ જાડેજાના ફાર્મહાઉસમાં ચાલતી મસમોટી જુગાર ક્લબ પર દરોડો પાડી સંચાલક સહિત 18 આરોપીઓને 15 લાખની રોકડ સહિત કુલ 94.33 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ફાર્મહાઉસમાંથી દારૂ-બિયરની બોટલો અને ટીન મળી આવતા પ્રોહિબિશનની અલગથી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોએ કહ્યું કે કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાના ફાર્મહાઉસ પર દરોડા પાડી પોલીસે 18 જુગારીઓને ઝડપી પાડી સ્થાનિક પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે આ દરોડામાં 12 પેકેટ ગંજીપાના, 15 લાખ રોકડા, 23 મોબાઈલ જેની સયુંક્ત રીતે કિંમત છે રૂ.2.31 લાખ અને નિસાન ટેરોન તેમજ મારુતિ એસક્રોસ સહિત 6 વાહનો જેની કીમત રૂ.77 લાખ મળી કુલ રૂ.94.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત મુખ્ય સંચાલક મહેન્દ્રસિંહ જાડેજાના કબજામાંથી બે વિદેશી દારૂની બોટલ તેમજ બે બીયરના ટીન મળી આવતા પ્રોહિબીશનની અલગથી ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

18 જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા આ રેડ દરમિયાન પોલીસે મુખ્ય જુગાર ક્લબ સંચાલક મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, અવધેશ પ્રવિણભાઈ સુચક, હરેશભાઈ મંગાભાઈ સોલંકી, શુભમ મુકેશભાઈ ગોસ્વામી, રોનકભાઈ સુખરામભાઈ નિમાવત, ભાવેશ સુરેશભાઈ ઝીંઝુવાડીયા, સનદાભાઈ કાનાભાઈ રાદડીયા, સોહિલભાઈ ઈશાકભાઈ ડેલા, હસમુખભાઈ જમનાદાસ ટીલાવત, નીતિન બળદેવભાઈ પરમાર, કૃપાલસિંહ અભયસિંહ જાડેજા, જયંતિભાઈ રામાજીભાઈ ડોબરીયા, મુકેશભાઈ કરશનભાઈ ચુડાસમા, પોલાભાઈ અરજણભાઈ ચાવડા, જયપાલસિંહ દાસુભા જાડેજા, રસીકભાઈ પોપટભાઈ રૂપારેલીયા, દિનેશભાઈ કાનાજીભાઈ પટેલ અને કુલદીપસિંહ જલુભા જાડેજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Social