Category: રાજકોટમાં ચાલુ કારમાં શખ્સને આવ્યો હાર્ટ એટેક, વ્યક્તિને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા1

રાજકોટમાં ચાલુ કારમાં શખ્સને આવ્યો હાર્ટ એટેક, વ્યક્તિને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. કાર ચલાવતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. 50 થી 55 વર્ષની વયનાં વ્યક્તિને એટેક આવતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. એસ્ટ્રોન ચોકની આસપાસના વેપારીઓએ વ્યક્તિને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. રાજકોટ શહેરમાં નાની વયે હાર્ટ એટેક આવવાના વધી રહેલાં કેસોથી લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. રાજકોટના એસ્ટ્રોન ચોક પાસેથી પસાર થતી એક કારમાં એક શખ્સને હાર્ટ એટેક આવ્યો હતો. અંદાજિત 50 કે 55 વર્ષના વ્યક્તિને ચાલુ કારમાં એટેક આવતા સ્થાનિક લોકો દોડી ગયા હતા. જેથી એસ્ટ્રોન ચોક આસપાસના લોકો અને વેપારીઓ દોડી ગયા અને તાત્કાલિક કારમાંથી વ્યક્તિને ઊંચકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Social