Category: રાજપુત વિકાસ ટ્રસ્ટ સાણંદ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાશે1

સાણંદ રાજપૂત સમાજમાં અનોખો ઉત્સવ : રાજપુત વિકાસ ટ્રસ્ટ સાણંદ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાશે

રાજપૂત વિકાસ સંઘ સાણંદ દ્વારા આયોજીત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ સાણંદમાં કોલટ રોડ ઉપર આવેલ સોમનાથ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આગામી 17 ડિસેમ્બરને રવિવારના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે સાણંદ ઠાકોર સાહેબ મહારાણા ધ્રુવસિંહજી વાઘેલા,મુખ્ય મહેમાન તરીકે પ્રદીપસિંહ વાઘેલા, ( તાલુકા ખરીદ વેચાણ સંઘ, પૂર્વ મહામંત્રી, ગુજરાત પ્રદેશ, ભાજપ સી. જે.ચાવડા (ધારાસભ્ય, વિજાપુર) અતિથિ વિશેષ તરીકે બાબુસિંહ જાદવ(ધારાસભ્ય, વટવા), કિરીટસિંહ ડાભી (ધારાસભ્ય, ધોળકા) ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સમસ્ત સાણંદ તાલુકાના ક્ષત્રિય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજપૂત વિકાસ સંઘ પ્રમુખ અનિલસિંહ વાઘેલા ગોધાવી ,મંત્રી નવલસિંહ વાઘેલા પીંપણ અને સંયોજક દિગ્વિજયસિંહ વાઘેલા (લેખમ્બા) અને ટિમ દ્વારા સુંદર રીતે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપૂત વિકાસ સંઘ દ્વારા સમાજ માટે વિવિધ સુંદર કાર્યક્રમો જેમ કે શરદોત્સવ , સ્નેહમિલન , વિધાર્થી સન્માન સમારોહ , રાહત દરે ચોપડા વિતરણ , જરૂરિયાત મન્દને રાશન કીટ વિતરણ જેવા સમાજોપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે .

Social