Category: રાજ્યને ડિસેમ્બરમાં જીએસટી અને વેટની રૂ.7869 કરોડની આવક થઈ1

રાજ્યને ડિસેમ્બરમાં જીએસટી અને વેટની રૂ.7869 કરોડની આવક થઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યને જીએસટી હેઠળ ડિસેમ્બર માસમાં રૂ.5,079 કરોડની આવક થઇ છે, જ્યારે વેટની રૂ. 2790 કરોડની આવક થઇ છે. આમ જીએસટી અને વેટની મળીને રૂ. 7,869 કરોડની આવક થઇ છે. ગત નાણાંકિય વર્ષ 2023-24ના પ્રથમ 9 માસમાં રાજ્યને જીએસટી અને આઇજીએસટી સેટલમેન્ટ થકી કુલ રૂ. 46,622 કરોડની આવક થઇ છે.
જે ગત વર્ષના સમાન સમય ગાળામાં કરતા રૂ. 6,040 કરોડ એટલે કે 15 ટકા વધારે છે. ચાલુ નાણાંકિય વર્ષના ડિસેમ્બર માસમાં જીએસટી અને વેટ હેઠળ કુલ રૂ. 80,838 કરોડ આવક થઇ હતી. જે રાજ્યકર વિભાગને આપેલા ટાર્ગેટના 76 ટકા થાય છે.
ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ ડિસેમ્બર-23માં રૂ. 5,079 કરોડની આવક થઇ છે, જ્યારે વેટની રૂ. 2,790 કરોડની આવક થઇ છે. આમ બંને મળીને રાજ્યને ડિસેમ્બર 2023 દરમિયાન જીએસટી અને વેટ હેઠળ કુલ રૂ. 7,869 કરોડની આવક થઇ છે.દેશભરના રાજ્યના જીએસટી આવકના રજૂ કરેલા આંકડામાં સૌથી વધારે મહારાષ્ટ્રને 26,814 કરોડની આવક થઈ છે. જે વર્ષ 2023 ડિસેમ્બરમાં રૂ. 23,598 કરોડ કરતા 14 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે જીએસટી આવકમાં બીજા નંબરે કર્ણાટકને ડિસેમ્બર 2024માં 11,759 કરોડની આવક થઈ છે

Social