Category: રાણીપમાંથી દારૂ અને બિયરની 1176 બોટલ ભરેલી ગાડી સાથે બે પકડાયા1

રાણીપમાંથી દારૂ અને બિયરની 1176 બોટલ ભરેલી ગાડી સાથે બે પકડાયા

રાણીપના બુટલેગર જિતુ ઉર્ફે જય અંબેએ ઉત્તરાયણ માટે રાજસ્થાનથી દારૂ-બિયરનો જથ્થો મગાવ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં જિતુનો દારૂ લઈને આવતી ગાડી નિરમા યુનિવર્સિટી પાસેથી આવવાની હોવાની બાતમીના આધારે પોલીસે ગાડી પકડી પાડી હતી. ગાડીમાંથી દારૂની 672 બોટલ અને બિયરની 504 બોટલ મળીને 1176 બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે રાજસ્થાનથી દારૂ લઈને આવેલા બે ખેપિયાની ધરપકડ કરી હતી.રાણીપની રત્નદીપ સોસાયટીમાં રહેતા બુટલેગર જિતેન્દ્ર ઉર્ફે જિતુ જયઅંબે અર્જુનભાઈ રાવળે ઉત્તરાયણ માટે રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો મગાવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી દારૂ લઈ આવેલા ચેતન માળી (ઉં.41), જિતેન્દ્ર ભાર્ગવ (ઉં.23, ડીસા)ને પોલીસે ઝડપી લીધા હતા. બંનેમાંથી ચેતન વિરુદ્ધ રાજ્યભરમાં દારૂના 9 ગુના નોંધાયેલા છે. જ્યારે જિતુ ભાર્ગવ વિરુદ્ધ 5 વર્ષ પહેલાં ધાનેરામાં દારૂનો કેસ થયો હતો. બંનેની પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાન વિજયનગર બોર્ડરથી રોનક કલાલે મોકલ્યો હતો. હાલ જિતુની શોધખોળ શરૂ કરાઈ છે.

Social