Category: વડોદરાની ગોઝારી ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક, દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી1

વડોદરાની ગોઝારી ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક, દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી

વડોદરાની ગોઝારી ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની ગોઝારી ઘટના અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.

Social