Category: વડોદરામાં એક મકાનમાં કામગીરી દરમિયાન બ્લાસ્ટ થતાં નાસભાગ મચી1

વડોદરામાં એક મકાનમાં કામગીરી દરમિયાન બ્લાસ્ટ થતાં નાસભાગ મચી

        વડોદરા શહેરના પાણીગેટ રાણાવાસમાં રહેતા ચુનારા પરિવારના બે મજલી મકાનમાં સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મકાનમાં રહેલા સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને પગલે આસપાસના મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ બનાવને પગલે રાણાવાસમાં અફરા-તફરી મચી ગઇ હતી. જોકે, આ બનાવમાં ઘરમાં રહેતી એક વૃદ્ધા ઘરમાં આગ લાગતા જ બહાર નીકળી જતા બચી ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ  દોડી ગયા હતા અને આગ ઉપર ભારે જહેમતબાદ કાબુ મેળવ્યો હતો.
Social