Category: વડોદરામાં બોટ પલટી મારતા 13 બાળકો અને 2 ટીચરના મોત1

વડોદરામાં બોટ પલટી મારતા 13 બાળકો અને 2 ટીચરના મોત

સૂત્રોએ પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરાના હરણી પાસે મોટનાથ તળાવની મુલાકાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના 1થી 5 ધોરણના બાળકોને લઈ ગયા હતા. બોટિંગ દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા આશરે 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. બનાવમાં 15 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં બે શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામા આવ્યું છે સયાજી હોસ્પિટલ ખાતે બાળકોના મૃતદેહ લાવવામાં આવતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

Social