Category: વડોદરા દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમા રીટ પિટિશન દાખલ કરવામાં આવી : સ્કૂલ, VMC કમિશનર, કલેક્ટર સામે પગલાં લેવા માગ1

વડોદરા દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમા રીટ પિટિશન દાખલ કરવામાં આવી : સ્કૂલ, VMC કમિશનર, કલેક્ટર સામે પગલાં લેવા માગ

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમા રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની રિટ સુપ્રિમમાં દાખલ કરાઇ છે. વડોદરા દુર્ઘટનાના પીડિત પરિવારો એકત્રિત થઈને પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટ કાયદા પ્રમાણે ભારે વળતર ચૂકવવા સ્કૂલના જવાબદાર, VMC કમિશનર, વડોદરા કલેક્ટર અને સ્કૂલના ટ્રસ્ટીઓ અને આચાર્ય સામે પગલાં લેવા માગ કરાઇ છે. VMC અને કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાની રજૂઆત કરાઈ છે. પેડલ બોટની પરવાનગીમાં આરોપીઓ એન્જિન બોટ ચલાવતા હતા. VMCની બેદરકારીની રજૂઆત કરાઇ છે. સુપ્રીમ કોર્ટમાં VMCના કમિશનર વિનોદ રાવે નોટરાઈઝ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે. કલેક્ટરે NOC કેવી રીતે આપી તે સવાલ છે. અધિકારીઓની બેદરકારીથી માનવસર્જિત દુર્ઘટના સર્જાઈ છે. જાહેર હિતની અરજી અને રીટ પિટિશન બંને મુદ્દે આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

18 જાન્યુઆરીના રોજ હરણી લેક દુર્ઘટનામાં 12 ભુલકા અને 2 શિક્ષિકાના મોત થયા હતા. ત્યારે વડોદરા દુર્ઘટના મામલે હાઈકોર્ટે રવિવારે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીનીની બેન્ચ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારે આ મામલે 29 જાન્યુઆરીના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ઘટના અંગે સુઓમોટો લેવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. કોર્ટે સમાચાર સંસ્થાઓના અહેવાલને ટાંકીને સુઓમોટો દાખલ કરી છે. ઘટનામાં વાઘોડિયાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાનું હરણી તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. 82 જેટલા વિદ્યાર્થીઓ શાળાના પ્રવાસે ગયા હતા. સાંજે 4.45 કલાકની આસપાસ ઘટના બની હતી. 16 લોકોની કેપેસિટીવાળી બોટમાં 27 લોકોને બેસાડ્યા હતા.

Social