Category: વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં મહિલાની હત્યા1

વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં મહિલાની હત્યા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં હત્યાની ઘટના બનતા વલસાડ જિલ્લા પોલીસની ટીમ હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. મહિલાના માથાના ભાગે તીક્ષણ હથિયાર વડે ઘા ઝીંકી મહિલાને મોતને ઘાટ ઉતારી આરોપીઓ ભાગી ગયા હોય મહિલાની બાજુમાં સુતેલા બાળકો અને અન્ય લોકોના પૂછપરછ કરી વલસાડ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યાની ઘટનામાં આશરે 5 શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ લીખવડના બાદુશા ફળિયામાં રહેતા નાનીબેન ધાકલ ભાઈ લાખણ નામની મહિલા ગઈ રાત્રે ઘરે તેમના બે બાળકો સાથે સુતા હતા. મૃતકના પતિ અને પુત્ર કામધંધે ઘરથી બહાર હતા. આથી આ મહિલા 2 બાળકો સાથે ઘરમાં સુતી હતી. એ વખતે જ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેની ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હતી. સવારે બનાવની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

Social