Category: વિજાપુરના વડાસણમાં જૂની અદાવતમાં 3 શખ્સોનો યુવક પર હુમલો1

વિજાપુરના વડાસણમાં જૂની અદાવતમાં 3 શખ્સોનો યુવક પર હુમલો

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાસણ ગામના અલ્પેશસિંહ ઉર્ફે બાદશાહ અર્જુનસિંહ વિહોલ 8 જાન્યુઆરીના રોજ બપોરે ગામના અન્ય ત્રણ સાથે રિક્ષા કરીને તમાકુના ખેતરમાં જોવા નીકળ્યા હતા. ત્યારે પંચાયત આગળ એક ગાડી લઈને આવેલા વિહોલ સુરેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ બાબુજી અને તેમની ગાડીમાંથી ઉતરેલા વિહોલ હરેશસિંહ વિહાજી અને વિહોલ કુલદીપસિંહે અલ્પેશસિંહને ગળચી પકડી નીચે પાડી હરેશસિંહે લોખંડની પાઇપ માથામાં મારી હતી, જ્યારે કુલદીપસિંહે છરો મારતાં ડાબા હાથે વાગ્યો હતો. ગામલોકો ભેગા થઈ જતાં ત્રણેય જણા ગાડી લઈને જતા ફરાર થયા હતા. ઇજા પામેલ અલ્પેશસિંહને સારવાર માટે ખસેડયા હતા

Social