Category: ( વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિશેષ વાંચન )
શીખવાની ક્રિયામાં ભૂતકાળ નથી.
જે. કૃષ્ણ મૂર્તિ1

( વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિશેષ વાંચન )
શીખવાની ક્રિયામાં ભૂતકાળ નથી.
જે. કૃષ્ણ મૂર્તિ

ડહાપણ એ એવું કાંઈક છે. જેને દરેકે પોતાની રીતે શોધવું પડે છે, અને તે જ્ઞાનનું પરિણામ નથી. જ્ઞાન અને ડહાપણ એક સરખા નથી. સ્વજ્ઞાનની પરિપક્વતા હોય ત્યારે ડહાપણ આવે છે. ખુદ ને જાણ્યા વગર જીવનમાં સુવ્યવસ્થા આવી શકે નહીં અને તેથી તેમાં સદ્દગુણ નથી.
હવે, ખુદ પોતાને વિષે જાણવું અને પોતાને વિષે જ્ઞાનનો સંગ્રહ કરવો એ બે અલગ બાબતો છે. જે મન જ્ઞાન પ્રાપ્ત કરતું હોય તે ક્યારેય શીખતું નથી હોતું. તે જે કરે છે તે આવું કંઇક હોય છે. તે જાતે ખુદ વિષેના જ્ઞાન તરીકે, અનુભવ તરીકે માહિતી એકત્રિત કરે છે અને તેને જે કાંઈ સંગ્રહિત કર્યું હોય છે તેના આધારે તે અનુભવે છે, શીખે છે અને તેથી ખરેખર તો તે કયારેય શીખતું નથી હોતું , તે હંમેશા જાણતું અને પ્રાપ્ત કરતું જ રહે છે.
શીખવાનું હંમેશા ચાલુ જ રહે છે. તે વર્તમાનમાં સક્રિય હોય છે; તેને ભૂતકાળ નથી. જે ક્ષણે તમે તમારી જાત ને એમ કહો છો,’ મેં શીખી લીધું છે.’ ત્યારે તે સંગ્રહિત જ્ઞાન બની ચૂક્યું હોય છે અને એ જ્ઞાનના આધારે તમે સંગ્રહ કરી શકો ફરી થી કહી શકો, પરંતુ તમે નવું શીખી ન શકો. જે મન માત્ર જ્ઞાન મેળવતું ના હોય પરંતુ હંમેશા શીખતું રહેતું હોય તે જ મન ખુદ ને વિશે, મારા બંધારણ વિશે, મારી પ્રકૃતિ વિશે મારા સમગ્ર અસ્તિત્વના મહત્વ વિષે જાણવું જોઈએ, પરંતુ હું એવું કશું મારા પૂર્વજ્ઞાનના કે અનુભવના બોજ હેઠળ દબાયેલા અનુબંધિત મન થી કરી ન શકું, કારણ કે હું શીખતો નથી, હું કેવળ અર્થઘટન કરું છું, એ જ વાત હું ફરીવાર કહું છું-રટણ કરું છું. હું ભૂતકાળનાં વાદળ વડે ધૂંધળી થઇ ગયેલી આંખ થી ધૂંધળું જોઉં છું.
કોઈનું આધિપત્ય આપણી શીખવાની ક્રિયાને અટકાવે છે.
સામાન્ય રીતે આપણે અભ્યાસ દ્વારા, પુસ્તકો દ્વારા, અનુભવ દ્વારા અથવા કોઈની સૂચના કે સલાહ – સૂચન દ્વારા શીખીએ છીએ. શીખવા માટેની આ સામાન્ય પદ્ધતિઓ છે. આપણે શું કરવું, શું ન કરવું, શું વિચારવું ? શું ન વિચારવું ? કેવી રીતે સંવેદના અનુભવવી, કેવી પ્રતિક્રિયા દર્શાવવી એ બધું આપણે સ્મૃતિ ને હવાલે કરી દીધું છે. અનુભવ દ્વારા, અભયાસ દ્વારા, વિશ્લેષણ દ્વારા, ઝીણવટથી તપાસ કરીને આત્મ નિરીક્ષણ દ્વારા આપણે સ્મૃતિના સ્વરૂપે જ્ઞાનનો સંગ્રહ કરીએ છીએ;અને ત્યાર બાદ એ સ્મૃતિ અન્ય પડકારો અને જરૂરીઆતોની સામે, પ્રતિક્રિયા દર્શાવે છે, તેમાંથી વધારે શીખવાનું … જે શીખવામાં આવે છે તે સ્મૃતિમાં જે સંગ્રહિત જ્ઞાન છે. તેમાંથી આવે છે, અને જયારે પડકારનો સામનો કરવામાં આવે અથવા જયારે આપણે કંઈ પણ કરવાનું હોય ત્યારે તે જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે .
હવે, હું વિચારું છું કે, શીખવા માટેની આ સિવાયની એક તદ્દ્ન નવી રીત પણ છે; અને હું તેને વિષે વાત કરવાનો છું; પરંતુ તેને સમજવા માટે અને તેને તદ્દ્ન જુદી રીતે શીખવા માટે તમારું કોઈ પણ આધિપત્ય થી સંપૂર્ણ પણે મુકત હોવું જરૂરી છે. નહીં તો કોઈ દ્વારા તમને સૂચના આપવામાં આવ્યા કરશે અને તમે જે સાંભળ્યું હોય તેનું પુનરાવર્તન કાર્ય કરશો. તેથી આધિપત્યના સ્વારૂપને સમજવું બહુ જરૂરી છે. આધિપત્ય શીખવાનું અટકાવે છે. શીખવાની ક્રિયા એ જ્ઞાનને સ્મૃતિ તરીકે સંગ્રહ કરવાની ક્રિયા નથી જે સ્મૃતિ તરીકેના જ્ઞાનના સંગ્રહ માંથી સ્મૃતિ હંમેશા નિયત માળખા મુજબની પ્રતિક્રિયા દર્શાવે છે. તેમાં શીખવાની ક્રિયા નથી ; તેમાં મુક્તિ નથી. જે માણસ જ્ઞાન અને સૂચનાઓના બોજ હેઠળ દબાયેલો હોય, તો કયારેય મુક્ત નથી હોતો, ભલે તે સહુથી મોટો, અસાધારણ વિદ્રત્તા ધરાવતો હોય પરંતુ તેના જ્ઞાનનો સંગ્રહ તેને મુકત થવા દેતો નથી. તેથી તે શીખવા માટે અસમર્થ છે.
વિનાશ કરવો એટલે સર્જન કરવું
મુકત થવા માટે તમારે તમારા પર બીજા કોઈના આધિપત્યના કંકાસને તપાસવો પડે. એ ગંદી વસ્તુના ટુકડે ટુકડા કરીને તેનાં સમગ્ર માળખાને નવા તપાસવું પડે. અને તેમ કરવા માટે શારીરિક શક્તિની અને સાથોસાથ માનસિક શક્તિની પણ જરૂર પડે. પરંતુ જયારે આપણે વિરોધ કરતા હોઈએ ત્યારે તે શક્તિ વેડફાય છે, નષ્ટ થાય છે…. તેથી જયારે વિરોધની સમગ્ર પ્રક્રિયાને સમજવામાં આવે ત્યારે વિરોધનો અંત આવે છે અને ત્યારે શક્તિ પુષ્કળ પ્રમાણમાં બચે છે ત્યારે જ તમે આગળ વધી શકો; જેનો કોઈ અર્થ નથી એવું સદીઓથી જે મકાન તમે બાંધ્યુ છે. તેને જમીન દોસ્ત કરવા માટે આગળ વધી શકો.
તમે જાણો છો નાશ કરવો એ સર્જન કરવા બરાબર છે. તેથી આપણે નાશ કરવો જ જોઈએ , મકાનો નહીં, સામાજિક કે આર્થિક પદ્ધતિ નો નહીં – એ તો રોજ ની વાત છે, પરંતુ માનસિક પણે એ અચેતન અને સચેતન મનની સુરક્ષાની ભાવનાનો નાશ કરવો જોઈએ. તમે તર્ક સંગત, વ્યકતિગત, ઊંડે ઊંડે ભીતર માં અને ઉપર છેલ્લા સ્તરે જે સલામતી રચી છે.તેનો નાશ કરવાની વાત છે. આપણે એ બધાનો નાશ કરી ને બિલ્કુલ અસુરક્ષિત થવું જોઈએ. કારણ કે પ્રેમ કરવા માટે અને આપણામાં સ્નેહ રહે તે માટે આપણું અસુરક્ષિત હોવું જરૂરી છે. ત્યારે તમે મહત્વકાંક્ષા અને અધિપક્ષને જુઓ છો અને તેને સમજો છો. ત્યારે તમે એ જોવાની શરૂઆત કરો છો કે આધિપત્ય કયારે અને કયા તબક્કે જરૂરી છે. જેમ કે પોલીસનું આધિપત્ય અને તેથી વધારે કોઈ નું નહીં ત્યારે ત્યાં શીખવા માટે કોઈનું આધિપત્ય નથી હોતું, કોઈના જ્ઞાનનું આધિપત્ય નથી હોતું,કોઈ ની ક્ષમતાનું આધિપત્ય નથી હોતું, સામાજિક પ્રતિષ્ટા મળે તેવું કાર્ય કરવા માટે કોઈ નું આધિપત્ય નથી હોતું . ગુરુ શિક્ષક અને બીજા બધાના આધિપત્ય ને સમજવા માટે કુશાગ્ર મનની અને સ્પષ્ટ મગજ ની જરૂર પડે છે. નહીં કે ઝાંખા મગજની કે મંદ મગજની.
મનોહર ટાઈમ્સ ના પાઠકોને આ કોલમમાં કંઈક નવું આપવાની સદૈવ – ઈચ્છા રહેતી હોય છે. તેથી જ આ શ્રેણીના કેટલાક, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અંશો આપવાની શરૂઆત કરી છે. મને ખબર છે કે તદ્દ્ન સામાન્ય પાઠકોને આ લેખો ખુબજ અઘરા અને ક્લિવ લગતા હશે પરંતુ ઘરેડ કે ચીલા ચાલુ પદ્ધતિઓની એવી તો આપણને ટેવ પડી ગઈ છે કે આમાંથી નીકળવું ખુબ જ મુશ્કેલ લાગે છે પરંતુ દિલ અને દિમાગ જો આ લેખોને આપી શકીએ તો એક નવી દુનિયા તમારી સમક્ષ ઉઘડી શકે છે. એમાં લેશ માત્ર શંકા નથી.

Social