Category: વિરમગામના વણી કાંકરવાડી પાસે કન્ટેનર પાછળ બસ ST અથડાતા બાળકનું મોત, 20 લોકોને ઇજા1

વિરમગામના વણી કાંકરવાડી પાસે કન્ટેનર પાછળ બસ ST અથડાતા બાળકનું મોત, 20 લોકોને ઇજા

સૂત્રોના જણાવ્યા અનુસાર વિરમગામ-માલવણ હાઈવે પર વણી-કાંકરાવાડી ગામ પાસે રવિવારે મોડી રાત્રે બંધ પડેલા કન્ટેનર પાછળ મોરબીથી ઘોઘંબા તરફ જતી એસટી બસ ધડાકાભેર અથડાતાં મધ્યરાત્રીએ પેસેન્જરોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. અકસ્માતમાં 20 મુસાફરોને ઈજા પહોંચી હતી. જ્યારે 4 વર્ષના માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે મૃતક બાળકના પિતાએ એસટી બસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીથી ઘોઘંબા તરફની વાયા વડોદરા જતી એસટી બસના ડ્રાઇવર રમણભાઇ રાઠવાએ માલવણ-વિરમગામ હાઇવે પર કાંકરાવાડી નજીક રોડ પર બંધ હાલત માં ઉભેલા કન્ટેનર પાછળ અથડાવતા અકસ્માતમાં મૂળ વડોદરાના અને હાલ મોરબીમાં રહેતા હરેશભાઇ વિઠ્ઠલભાઈ પટેલના 4 વર્ષના પુત્ર વિહાનને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Social