Category: વૈષ્ણોદેવી સર્કલ પાસે હાઇવે રોડ ઉપર ગાડીના ચાલકે અજાણ્યા ઈસમને અડફેટે લેતા મોત1

વૈષ્ણોદેવી સર્કલ પાસે હાઇવે રોડ ઉપર ગાડીના ચાલકે અજાણ્યા ઈસમને અડફેટે લેતા મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર સંજયજી પ્રહલાદજી ઠાકોર અડાલજ ખાતે રહે છે, તેમણે અડાલજ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તા. 4 જાન્યુઆરીના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના તેઓ મહારાજા હોટલની પાસે આવેલ ચાની કીટલી ઉપર ચા પીવા આવેલ હતા. તે સમયે વૈષ્ણદેવી સર્કલથી અડાલજ તરફ આવતા રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક ચાલતા જતા ભાઇને ટક્કર મારેલ જેથી તેઓ તાત્કાલીક ત્યાં પહોંચી ગયેલ અને જોયેલ તો આ રાહદારીને ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી અકસ્માત કરેલ હોય જેઓને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હોય તે બેભાન હાલતમાં હતો. અને આ અકસ્માત કરનાર ગાડી જોયેલ તો મહિન્દ્રા સ્કોર્પીયો રોડ સાઇડમાં ઉભેલ હતી. અને આ ગાડીના ચાલકે 108 એમબ્યુલન્સને ફોન કરીને બોલાવેલ અને ટક્કર વાગેલ રાહદારીને સારવાર માટે દવાખાને લઇ ગયેલ અને વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ જ્યાં સારવાર દરમ્યાન ફરજ ઉપરના ડો. એ ગઈકાલે વહેલી સવારના મૃત જાહેર કરેલ . આથી તેઓએ વાહનચાલક વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

Social