Category: સાણંદના કુંડલ ગામેથી ઘાયલ 9 ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ1

સાણંદના કુંડલ ગામેથી ઘાયલ 9 ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ

પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદના કુંડલ ગામના રસ્તા પર ગંભીર રીતે ઘાયલ અજગર પડ્યો હતો જેની જાણ ગામના જીવદયા પ્રેમી જયેન્દ્રભાઈને થતાં બચાવ અજગરને અમદાવાદ એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરતાં વિજયભાઈ સાથે ટીમ તમામ રેસ્ક્યુના સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી. ગાડીનું ટાયર અજગર ફરી જવાના કારણે મોઢાના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્કાલિક વિજય ડાભી દ્વારા સાણંદ પશુ ચિકિત્સકના દવાખાને લઈ જઈ તેને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે અમદાવાદ ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે વિજયભાઈએ કહ્યું કે 9 ફૂટ લાંબો અજગર રસ્તા પરથી પસાર થતો હોય તે સમયે તેના પરથી ગાડી ફરી જવાના કારણે આ ઘટના બની હતી તેવું તેની ઈજા પરથી પ્રાથમિક અનુમાન છે. ગામડામાં અવારનવાર અજગર નીકળવાની ઘટનાઓ બનતી હોય છે, ક્યારે પણ અજગર નીકળે અથવા અન્ય જીવ નીકળે તો તેને મારવું ન જોઈએ તાત્કાલિક એનિમલ હેલ્પલાઇનને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા અપીલ કરી હતી.
નોંધપાત્ર છે કે, છેલ્લા 6 મહિનામાં તાલુકાનાં મેલાસણા, હઠીપુરા, માણકોલ ચોકડી, માણકોલ ગામે એક ફેક્ટરીમાં, મેલાસણાની કેનાલમાં માછલા પકડવાની જાળમાંથી તેમજ ચેખલાના અમનગર,કુંડલ ગામમાં, માણકોલની બ્લોકની ફેક્ટરીમા મળી કુલ 8 અજગરને રેસક્યું કરાયા છે. જેમાંથી કેટલાક ઘાયલ અવસ્થામાં હતા જેનોને સારવાર માટે ખસેડયા હતા.

Social