Category: સાણંદના ગોધાવી ગામના આશાસ્પદ વેપારી યુવકનું હૃદય રોગના હુમલાથી નિધન1

સાણંદના ગોધાવી ગામના આશાસ્પદ વેપારી યુવકનું હૃદય રોગના હુમલાથી નિધન

સાણંદ તાલુકાના ગોધાવી ગામના વતની તેજેન્દ્રસિંહ વાઘેલાનું માત્ર ૩૯ ની વયે બુધવારે સવારે હૃદય રોગના હુમલાથી નિધન થતા સમગ્ર સાણંદ ક્ષત્રિય સમાજ તેમજ ગોધાવી ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેજેન્દ્રસિંહ વાઘેલાને બુધવારે સવારે ૪ કલાકે એકાએક છાતીમાં દુખાવો શરુ થતા પરિવારજનોએ તુરંત ઘુમા ખાતે આવેલ ક્રિષ્ના હાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તુરંત તેઓનું અવસાન થયું હતું . તેઓ બાપા સીતારામ ડેકોરેશન નામથી ડેકોરેશનનો વ્યવસાય કરતા હતા અને ગામના આશાસ્પદ યુવક હતા .અત્રે ઉલ્લેખનીય છે એ સમગ્ર ગુજરાતમાં યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે સાણંદમાં પણ આવી દુઃખદ ઘટના બની હતી .

Social