Category: સાણંદના ચાંગોદરની ખાનગી કંપનીના માલિકનો ભાગીદારીના ત્રાસથી દવા પી આપઘાત1

સાણંદના ચાંગોદરની ખાનગી કંપનીના માલિકનો ભાગીદારીના ત્રાસથી દવા પી આપઘાત

સાણંદના ચાંગોદર વિસ્તારમાં પ્રિન્ટ્રપેક પ્રિન્ટીગ પ્રેસની કંપનીના માલિકે સાણંદના વસોદરા ખાતે નાખેલ નવા પ્લાન્ટમાં બાવળાના યુવકને ભાગીદાર બનાવ્યો હતો. પણ કંપનીમાં નુકસાન થતાં કંપની બંધ કરી હતી અને ભાગીદાર અને તેના ભાઈએ કંપનીના માલિક પાસે રૂ.1.50 કરોડ પરત મેળવવા ધમકીઓ આપતા ત્રાસથી કંપનીના માલિકે ઝેરી દવા પી આપઘાત કરતાં સમગ્ર ઘટનાને લઈને ચાંગોદર પોલીસે બાવળાના 2 ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના ધાટલોડીયામાં રહેતા 46 વર્ષીય રાજેશકુમાર પોપટલાલ પટેલની ચાંગોદર તાજપુર ગામના રોડ ઉપર પ્લોટ નંબર ૪૭૨ ખાતે થીયો પિન્ટ્રપેક પ્રિન્ટીંગ પ્રેસની ફેક્ટરીની ફેક્ટરી આવે છે. વર્ષ 2021માં તેઓએ સાણંદના વસોદરા ખાતે પ્રિન્ટ બોક્ષની ફેક્ટરી ચાલુ કરી હતી. જેમાં રાજેશભાઈ,રોહિતભાઈ તથા બિપિનભાઈ એમ ત્રણેય 33 હિસ્સામાં ભાગીદારી કરી અને બાધકામ માએ એસ.બી.આઈ બેન્કમાંથી આશરે 16 કરોડની લોન લીધી અહતી તેમ છતાં વધુ 1.50 કરોડ રૂપિયાની જરિયાત ઊભી થઈ હતી. જેથી રાજેશભાઈ પોપટભાઈ પટેલના ભાણેજ જમાઈ વિજયભાઈ ભરતભાઈ પટેલ (રહે. બાવળા)એ આ કંપનીમા ભાગ કરવા રાજેશભાઈએ તેઓના ભાગના 33 ટકાના હિસ્સામાં 50 ટકાના ભાગીદાર મૌખીક વિજયભાઇને રાખેલ અને તે વખતે રૂ.1.50 કરોડ વિજયભાઈએ કંપનીમા રોકાણ માટે આપેલા હતા અને કંપની ચાલુ કરેલ હતી અને આશરે છ મહિના બાદ કંપનીમાં ખોટ જતાં કંપનીના પાર્ટનરોએ કંપની બંધ કરવાનો નિર્ણય લીધો હતો. રાજેશભાઈ પટેલ સાથે મૌખીક કરારથી ભાગીદાર બનેલા વિજયભાઈએ રોકાણ કરેલ રૂ.1.50 કરોડ પરત લેવા માટે ઉઘરાણી શરૂ કરી હતી, જેમાં રાજેશભાઈએ ટુકડે ટુકડે રૂ.78 લાખ રોકડા પરત આપ્યા હતા અને તેઓનું ધાટલોડીયા ખાતેનું મકાન વેચી રૂ.57 લાખ પરત આપ્યા હોવા છતાં વિજયભાઇ તથા તેમના ભાઇ હિતેષભાઇ દ્વારા ચાંગોદર ફેક્ટરીએ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી પુરેપુરા રૂ.1.50 કરોડ વ્યાજ સહીત પરત આપો તેવી માગણી કરતા તા. 20 ડિસેમ્બરે રાજેશભાઈએ કંટાળી ફેક્ટરીમાં જ દવા પી લઈ પરિવારને જાણ કરતાં પરીવારજનો ચાંગોદર કંપનીએ દોડી જઈ રાજેશભાઈને સારવાર માટે ચાંગોદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તબિયત સુધારા પર આવતા ચાંગોદર પોલીસ હોસ્પિટલ ખાતે પહોચી હતી અને રાજેશભાઈએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોધાવ્યું હતું. . ત્યારબાદ તા.16 જાન્યુયારીએ રાજેશભાઈની ફરી તબીયત બગડતા સોલા ખાતે હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં રાજેશભાઈનું મોત થયું હતું. સમગ્ર મામલે મૃતક રાજેશભાઈ પોપટભાઈ પટેલના પત્ની જાનકીબેનએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે બાવળાના વિજયભાઈ ભરતભાઈ પટેલ અને હિતેષભાઈ ભરતભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીને હોસ્પિટલમાં વાત કરી

રાજેશભાઈએ તેઓની પત્નીને વાત કરેલ કે વિજયભાઈ ભરતભાઈ પટેલ તથા હિતેષભાઈ ભરતભાઈ પટેલએ બાવળા તેમના ઘરે બોલાવી ગાડીની ચાવી, મોબાઇલ લઇ કહેલ કે તુ રૂપિયા મને નહી આપ તો તારા બન્ને ભાઇઓ ના છોકરાઓને તથા તારી દિકરીને ઉપાડી લઈ જઈશુ તેવી ધમકી આપતા તમારા રૂપિયા ગમે તેમ કરી પરત આપી દઈશ તેમ કહી આવતો રહેલ હોવાની જણાવ્યુ હતું, જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Social