Category: સાણંદના નળ સરોવર રોડ પર રણમલગઢ પાસે કાર રોડ પરથી પલટી મારી1

સાણંદના નળ સરોવર રોડ પર રણમલગઢ પાસે કાર રોડ પરથી પલટી મારી

સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે સાંજના સમયે સાણંદના નળ સરોવર રોડ પર આવેલ રણમલગઢ થી ગોરજ વચ્ચેના રોડ પર એક કાર ચાલકે એકાએક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારતા રોડની બાજુમાં ખાડામાં ધડાકાભેર પડી હતી. કારમાં સવાર 2 લોકોને શરીરે ઇજાઓ પહોચી હતી. અકસ્માત થતાં આસપાસથી વાહન ચાલકો દોડી આવ્યા હતા અને 2ને ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલસ મારફતે પ્રથમ સાણંદની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની અસારવા સિવિલ ખસેડયા હતા. ઘટનાને લઈને સાણંદ પોલીસે તપાસ હાથ ધરી છે.

Social