Category: સાણંદના પુરુષાર્થ પટેલે GPSC માં ગુજરાતમાં ૧૩ માં ક્રમે સફળતા મેળવી : DYSP તરીકે પસન્દગી1

સાણંદના પુરુષાર્થ પટેલે GPSC માં ગુજરાતમાં ૧૩ માં ક્રમે સફળતા મેળવી : DYSP તરીકે પસન્દગી : સાણંદના પુરુષાર્થ પટેલે GPSC માં ગુજરાતમાં ૧૩ માં ક્રમે સફળતા મેળવી : DYSP તરીકે પસન્દગી

સાણંદના દરબારી બગીચા સોસાયટીમાં રહેતો પુરુષાર્થ પટેલ જેણે પોતાના નામ પ્રમાણેજ સખત પુરુષાર્થ કરી એક પછી એક સરકારી પરીક્ષાઓ ક્રેક કરી અને છેલ્લે પોતાના DYSP બનવાના સપનાને સાકાર કરી GPSC માં સમગ્ર ગુજરાતમાં ૧૩ માં ક્રમાંકે રહી DYSP તરીકે પસન્દગી પામતા સમગ્ર સાણંદ પંથકમાં આનંદ તેમજ ગૌરવની લાગણીઓ પ્રસરી છે.
મૂળ કપડવંજના તોરણા ગામના વાતની અને છેલ્લા ૩૫ વર્ષથી સાણંદમાં રહેતા મનોજભાઈ પટેલ જેઓ સાણંદ એલઆઇસી ઓફિસમાં DO તરીકે ફરજ બજાવતા હોવાથી મનોજભાઈ એલઆઇસી વાળા તરીકે સમગ્ર શહેરમાં ઓળખાય છે તેઓના પુત્ર પુરુષાર્થ પટેલની સક્સેસ સ્ટોરી અનોખી છે, અને અન્ય વિધાર્થોઓ માટે પ્રેરણારૂપ છે. પુરુષાર્થ પટેલે વર્ષ 2015 માં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષથીજ GPSC ક્રેક કરવાનો પોતાનું લક્ષ નક્કી કરી તૈયારીઓ આરંભી દીધી હતી અને સાથે સાથે અન્ય ગવર્નમેન્ટ પરીક્ષાઓ પણ આપવાની શરુ કરી હતી. આજ કાલ સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓને એક પરીક્ષા પાસ કરવા વર્ષો નીકળી જાય છે ત્યારે નામ પ્રમાણે ગન ધરાવતા પુરુષાર્થની વાત જ અલગ છે વર્ષ 2016 માં તેણે BOB ની પરીક્ષામાં સફળતા મેળવી પરંતુ લક્ષ GPSC હોવાથી નોકરી ના સ્વીકારી ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં GPSC ની તૈયારીની સાથે સાથે ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સમાં ઓફિસરની પરીક્ષામાં સફળતા મેળવી નોકરી સ્વીકારી દરમ્યાન GPSC લેખિત એક્ઝામ પાસ કરી પરંતુ ઇન્ટરવ્યૂમાં ફેઈલ થતા તેણે ન્યુ ઇન્ડિયામાં નોકરી સ્વીકારી , ત્યારબાદ 2018 માં ફરી GPSC આપી અને લેખિત પાસ કરી પરંતુ ઇન્ટરવ્યૂમાં ફેઈલ થતા તેણે 2019 માં LIC DO ની પરીક્ષામાં સફળતા મેળવી અને 2021 DYSO માં પણ સફળતા મેળવી ગુજરાત હાઇકોર્ટમાં સેક્શન ઓફિસર તરીકે નિમણુંક મેળવી . પરંતુ પુરુષાર્થનું લક્ષ તો GPSC ક્લાસ વેન હતું જેથી તેણે ફરી 2021 માં GPSC લેખિત પાસ કર્યા બાદ છેવટે નવેમ્બર 2023 માં સમગ્ર ગુજરાતમાં 13 માં ક્રમે આવી GPSC ક્રેક કરી DYSP તરીકે પસન્દગી પામી પોતાનું સ્વપ્ન સાકાર કર્યું .પુરૂષાર્થે સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓને મેસેજ આપ્યો છે કે સતત હાર્ડ વર્કનો કોઈ વિકલ્પ નથી , જો પોતાના ધેયની પ્રાપ્તિ માટે સતત અને સખ્ત પરિશ્રમ કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે જ છે .

Social