Category: સાણંદના સનાથલમાં એનર્જી રીસોર્સ કંપનીના ગોડાઉનમાં સ્ટોક કીપરે ગેસના 170 બાટલા બારોબાર વેચી નાખતા ફરિયાદ1

સાણંદના સનાથલમાં એનર્જી રીસોર્સ કંપનીના ગોડાઉનમાં સ્ટોક કીપરે ગેસના 170 બાટલા બારોબાર વેચી નાખતા ફરિયાદ

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટના એનર્જી રીસોર્સ કંપનીના ગોડાઉન કીપર નિર્મલસિંહ કિશોરસિંહ વાઘેલાએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓની કંપની એજીસ (એલ.પી.જી.) પ્રા.લી. ના પ્યોર ગેસ તેમજ વેન્સન એનર્જી પ્રા.લી. ના એનર્જી ગેસના બાટલા વિતરણ નો વ્યવસાય કરે છે અને એક ગોડાઉન સનાથલ ખાતે છે જેમાં ગોડાઉન કિપર તરીકે ગૌરવભાઈ જમનભાઈ ટાંક (રહે, શાંતીકળશ સોસા. બાવળા)ની નિમણુક કરવામાં આવેલ હતી.
આ ગોડાઉનની સાળસંભાળ તથા રોજબરોજના બાટલાના વિતરણનો હિસાબ કિતાબ તેમજ ઓર્ડર મુજબ ડીલીવરી, બીલીંગ અને ચુકવણીની સંપુર્ણ કામગીરી ગૌરવભાઈ કરતાં હતા. ગઈ તા. 14 ડિસેમ્બરે ઘણા બધા ડીલર તેમજ ગ્રાહકોના કંપનીની રાજકોટ ઓફીસે ફોન શરૂ થયા હતા. કે બે ત્રણ દિવસ થી આપેલ ઓર્ડરની બાટલા ની ડીલીવરી હજી સુધી થયેલ નથી અને તમારા ગોડાઉન ઉપર ગૌરવભાઈ ટાંકનાઓ વાયદાઓ કરી રહ્યા છે જેથી રાજકોટ ઓફિસેથી અમદાવાદના સનાથલ ખાતેના ગોડાઉનનો સ્ટોક સીસ્ટમમાં ચેક કરતા પર્યાપ્ત હતો. આથી અમદાવાદના સનાથલ ગોડાઉન ખાતેના ડ્રાઈવરને ફોન કરી ડીલીવરી ન થઈ હોવાનુ કારણ પુછતા જાણવા મળેલ કે ગોડાઉન પર બાટલા છે જ નહી. કંપનીએ સનાથલ ગોડાઉનમાં તપાસ કરતાં સ્ટોક રજીસ્ટર મુજબ 4 કિલોના ભરેલા 60 તથા ખાલી 43 તેમજ 10 કિલોના ભરેલા 23 તથા ખાલી 2 તેમજ 15 કિલોના ભરેલા 17 તથા ખાલી 4 અને 17 કિલોના ભરેલા 18 તથા ખાલી 3 બાટલાઓ મળી આશરે કિ.રૂ.1.45 લાખના 170 બાટલા ઓછા હતા.
વળી તપાસ દરમ્યાન ગૌરવ ટાંક ફરાર થઈ ગયો હતો અને કંપનીને ફોનમાં જણાવેલ કે તેની આર્થીક સ્થિતિ નબળી હોવાના કારણે મેં થોડુ સેટીંગ કરેલ હતુ. અને મારે આપવાની થતી રકમનુ હું છ મહીનામાં સેટીંગ કરી પરત પૈસા આપીશ તેવુ જણાવી ફોન કાપી નાખેલ અને સ્વીચઓફ કરી નાખ્યો હતો. વધુ તપાસ અગાઉ પણ ગૌરવ ટાંક કંપનીના ગેસના બાટલા બારોબાર વેચી દીધેલ અને જુલાઈ મહીનામાં પકડાયો હતો. ત્યારે પકડાઈ જતા કંપનીના માલિક પાસે માંફીમાં ગતા જરૂરીયાતમંદ માણસ હોવાથી રહેમ નજર રાખીને કંપનનીના માલિકે માફ કરીને એ સમયે હિસાબના લેવાના નિકળતા રૂ.1.21 ગૌરવભાઈ ટાંકએ તેના પગારમાંથી હપ્તા કરી કંપનીમાં જમા કરાવવાનું નક્કી કરાયું હતું,. જેમાંથી રૂ.58,160 જમા કરી બાકી નિકળતા 63,239 અને હાલના 1,50,060 મળી કુલ રૂ. 2.13ના હિસાબની રકમ ઉંચાપત કરતાં સમગ્ર મામલે કંપનીના કર્મી ચાંગોદર પોલીસમાં ગૌરવ ટાંક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધયો છે.

Social