Category: સાણંદની સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીનો કાચ તૂટ્યો1

સાણંદની સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીનો કાચ તૂટ્યો

સાણંદ શહેરના ખોડિયાર નગર સોસાયટીમાં જાહેર માર્ગ પર પાર્ક એક ગાડીનો અજાણ્યા ઇસમોએ કાચ તોડી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. નોંધપાત્ર છે એક મહિના અગાઉ આ રોડ પર પાર્કની નંબર પ્લેટની ચોરી થતાં સમગ્ર બનાવ અને બંને ગાડીના ચાલકોએ સાણંદ પોલીસમાં જાણવા જોગ દાખલ કરવા અરજી કરી હતી. સાથે રાત્રે આ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલીંગ કરવા લોક માંગ ઉઠી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાણંદના ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા ગૌરવભાઈ ઠક્કરએ તેઓની ગાડી તેમના ઘર પાસે રોડ પર પાસે પાર્ક કરી હતી. 23 જાન્યુઆરી સવારે ગૌરવભાઈ તેઓના કામ અર્થે ગાડી લઈને બહાર જવા નીકળ્યા ત્યારે ગાડીની પાછળના દરવાજાનો કાચ કોઈ તૂટેલી હાલતમાં હતો. રાત્રી દરમ્યાન પાર્ક કરેલ ગાડીનો કાચ અજાણ્યા ઇસમોએ ફોડી નાખતા સમગ્ર ખોડીયાર નગર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. બનાવને લઈને ગૌરવભાઈએ સાણંદ પોલીસમાં લેખિતમાં અરજી કરી હતી સાથે આવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.
વળી 25 ડિસેમ્બરે આ જ ખોડિયાર નગરમાં રહેતા પંડિત વિમેશકુમારની ઘર નજીક પાર્ક ગાડીની આગળ અને પાછળની બંને નંબર પ્લેટની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થયા હતા. જેને લઈને તેઓએ પોલીસમાં અરજી કરી હતી.

   ઘટના બનતા સ્થાનિક રહીસો અને ગૌરવભાઈ સાણંદ નગરપાલિકા ખાતે આ રોડ પર લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરવા પહોચ્યા હતા જ્યાં સીસીટીવી છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું જણાવ્યુ હતું. બીજી તરફ નગરપાલિકાના એક કર્મીએ નામ ન આપવાની શરતી કહ્યું કે ખોડિયાર નગર સહિત વિસ્તારના સીસીટીવી બંધ હાલતમાં છેલ્લા ઘણા મહિનાઓથી છે.
Social