Category: સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “લોકશાહીનો પ્રાણ: પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા” વિષય પર ગોષ્ટી યોજાશે.1

સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “લોકશાહીનો પ્રાણ: પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા” વિષય પર ગોષ્ટી યોજાશે.

સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૨૭ જાન્યુઆરીને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે સાણંદ સ્થિત ઠક્કર બાપા છાત્રાલય ખાતે વિચાર મંચના નવમાં મણકામાં એડવોકેટ રાજેન્દ્રસિંહ વાઘેલા અને શિક્ષક રાહુલભાઇ કંસારા દ્વારા “લોકશાહીનો પ્રાણ: પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા” અંગે વિચાર ગોષ્ટી યોજાશે.

આ કાર્યક્રમમાં લોકશાહી અને પ્રજાસત્તાકની વિભાવના, નાગરિકોની ફરજો અને અધિકાર તથા ભારતીય બંધારણના આમુખ વિષે વિગતે વક્તા અને શ્રોતા વચ્ચે ચર્ચા કરવામાં આવશે. રસ ધરાવતા તમામ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થઇ શકશે.

Social