Category: સાણંદમાં આજે વિચાર મંચ દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવશે1

સાણંદમાં આજે વિચાર મંચ દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવશે

સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૩૦ ડિસેમ્બર ને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે સાણંદ સ્થિત ઠક્કર બાપા છત્રલય ખાતે વિચાર મંચના આઠમાં મણકામાં ટેક્ષ કન્સલટન્ટ વિમલભાઈ ત્રિવેદી દ્વારા હાઉસીંગ ફોર ઓલ- પ્રધાનમંત્રી આવાસ યોજના”
અંતર્ગત EWS-II માટે સાણંદ મુકામે ઔડ દ્વારા નવ નિર્મિત તદ્દન ઓછી કિંમતના (રૂ. ૬,૦૦,૦૦૦/-) મકાન મેળવવા માટેની યોજના અંગે વિગતે માહિતી આપવામાં આવશે. રસ ધરાવતા તમામ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થઇ શકશે.

Social