Category: સાણંદમાં ગત 2023ના વર્ષમાં ઇ સ્ટેમ્પ કેન્દ્ર પર 35,492 સ્ટેમ્પનું વેચાણ : તંત્રને રૂ.68.53 કરોડ આવક1

સાણંદમાં ગત 2023ના વર્ષમાં ઇ સ્ટેમ્પ કેન્દ્ર પર 35,492 સ્ટેમ્પનું વેચાણ : તંત્રને રૂ.68.53 કરોડ આવક

સાણંદમાં ગત 12 મહિનામાં અધધ રૂ.68.53 કરોડ કરતાં વધુના ખર્ચે લોકોએ પોતાના કામ માટે ઇ સ્ટેમ્પ ખરીદ્યા છે. સાણંદ શહેરમાં ગત વર્ષે મિલ્કત ખરીદી કરતા લોકોએ જંત્રીમાં એકાએક ભાવ વધારોની જાહેરાત બાદ જૂની જંત્રીમાં જમીન અને મકાન વગેરે દસ્તાવેજ કરવા માટે ઇ સ્ટેમ્પ ની ખરીદી કરવા લોકોએ દોટ મૂકી હતી. વર્ષ દરમ્યાન સાણંદ ઇ સ્ટેમ્પ કેન્દ્ર ખાતે 35,492 સ્ટેમ્પનું વેચાણ થયું છે.

ગત વર્ષ 2023માં સાણંદ મામલતદાર કચેરી ખાતે આવેલ ઇ સ્ટેમ્પ કેન્દ્રમાં 35,492 સ્ટેમ્પનું વેચાણ થયું છે અને તંત્રને રૂ.68.52 કરોડ કરતાં વધારેની આવક થઈ હતી. જંત્રી વધવાની જાહેર થતાં લોકોએ દસ્તાવેજ કરવા જૂની જંત્રીના ભાવે સ્ટેમ્પ ખરીદી કરવા માટે ગત એપ્રિલમાં લોકોએ દોટ મૂકી હતી. વર્ષ દરમ્યાન એપ્રિલ મહિનામાં બે દિવસ રાત્રે 11 વાગ્યા સુધી કેન્દ્ર ચાલુ રહ્યું હતું અને કેન્દ્ર પર સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. વર્ષ દરમ્યાન સૌથી વધુ તંત્રને એપ્રિલ મહિનામાં ઇ સ્ટેમ્પની આવક રૂ.15.52 કરોડ જેટલી હતી. જ્યારે સૌથી વધુ 4411 સ્ટેમ્પનું વેચાણ જૂન મહિનામાં થયું હતું. મોટી રકમના સ્ટેમ્પમાં આર.ટી.જી.એસ,એન.ઇ.એફ.ટી, ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ રોકડ રૂપે ફ્રી ચુકવણી થઈ હતી. વળી છેલ્લા 2 મહિનાથી રૂ.50ના ઇ સ્ટેમ્પનું વેચાણ વધ્યું છે. જ્યારે અન્ય સ્ટેમ્પનું ચલણ હાલ ઓછું હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. (સાણંદ ઇ સ્ટેમ્પ કેન્દ્ર પરથી મળેલ વિગત*)

Social