Category: સાણંદમાં ઠંડી વધતા ગરમ કપડાના માર્કેટમાં ગરમી આવી1

સાણંદમાં ઠંડી વધતા ગરમ કપડાના માર્કેટમાં ગરમી આવી

અમદાવાદ જિલ્લામાં હાલ ઠંડીમાં વધારો થયો છે. રાત્રીના સમયે તાપનામનો પારો નીચે આવી રહ્યો છે.જિલ્લામાં ઠંડીનો ચમકારો આવતા જ ગરમ કપડાના માર્કેટમાં પણ ગરમી આવી છે. હાલ ઠંડી વધતા જ ગરમ કપડાંની ખરીદીમાં ચમકારો આવ્યો છે ત્યારે સાણંદ શહેરમાં અલગ અલગ સ્થળે છેલ્લા બે વર્ષથી શિયાળાની ઋતુમાં ચાલુ થયેલ ગરમ કપડાં વેચાણના સ્ટોલ પર ખરીદી જામી છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો માટે અલગ અલગ પ્રકારની વેરાયટી ઉપલબ્ધ કરવામાં આવી છે.
સાણંદમાં તાજેતરમાં જ કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારબાદ શહેરમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થયો છે. વળી છેલ્લા એક અઠવાડીયાથી રાજ્યમાં સરેરાશ તાપમાન પારો નીચે આવ્યો છે. સાણંદમાં હાલ ઠંડીનો ચમકારો આવ્યો છે. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં ઠંડા પવન ફૂંકાતાં હાલ તાપમાન પારો નીચે ગગડી રહ્યો છે. જેને લઈને ગરમ કપડાંની માર્કેટમાં ગરમી આવી છે. સાણંદના માર્કેટમાં ગરમ કપડાના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં ખાસ કાશ્મીરી શાલ,દિલ્હી અને લદાખથી ગરમ કપડાંની વેરાઈટીની શહેરીજનોએ ખરીદી શરૂ કરી છે.

Social