Category: સાણંદમાં રાજ્યભરના કથાકારો નું ભવ્ય સન્માન કરાયું1

સાણંદમાં રાજ્યભરના કથાકારો નું ભવ્ય સન્માન કરાયું

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા સાણંદમાં સનાતન ધર્મ અને સંસ્કૃતિના વારસાનું જતન કરનાર અને વ્યાસપીઠના માધ્યમથી કથાઓનું રસપાન કરાવી સંસ્કારોનું સિંચન કરનાર કથાકારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશીર્વાદ આપવા ઉપસ્થિત ધર્મચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય અખિલેશ્વરદાસજી મહારાજ પંચમુખી હનુમાન ધામ નરોડાએ જણાવ્યું હતું કે સાધના વગર સિદ્ધિ શક્ય નથી. તેઓએ કથાકારને સંબોધીને જણાવ્યું હતું કે તમારે કથા સિદ્ધ કરવી હોય તો વ્યાસપીઠની સાધના જરૂરી છે. સતત ગ્રંથોની સાધનાથી જ વ્યાસપીઠ સિદ્ધ થઈ શકે છે. તેઓએ જણાવ્યું હતું કે સનાતન ધર્મ એ દરેક ધર્મનો સન્માન કરતો ધર્મ છે , પરંતુ સનાતન ધર્મની સંસ્કૃતિના આપણે પ્રહરી બનવાનું છે, તોજ યુગો સુધી સનાતન સંસ્કૃતિ અમર રહેશે. આ પ્રસંગે વિશ્વ વંદનીય ભાગવત આચાર્ય ધરમપુર શરદભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સમારંભના અધ્યક્ષ તરીકે ભરતભાઈ રાવલ, પ્રમુખ, બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગુજરાત, ડો યજ્ઞેશભાઈ દવે, ટ્રસ્ટી બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગુજરાત, પ્રદીપભાઈ જાની, ઓમ એવન્યુ પરિવાર સાણંદ. સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ સહિત ગુજરાત ભરમાંથી કથાકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ કથાકાર અનુભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

Social