Category: સાણંદમાં 22મીએ નોનવેજની લારીઓ,હોટલ બંધ કરાવા રહીસોનું મામલતદારને આવેદન1

સાણંદમાં 22મીએ નોનવેજની લારીઓ,હોટલ બંધ કરાવા રહીસોનું મામલતદારને આવેદન

સાણંદના રહિશોએ વાહનો લઈ રેલી સ્વરૂપે નીકળી સાણંદ નગર પાલિકા, સાણંદ પોલીસ તેમજ સાણંદ મામલતદાર અધિકારીને લેખિતમાં આવેદન પાઠવ્યું હતું કે 22 મી જાન્યુઆરી સમગ્ર દેશમાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય મહોત્સવ ઉજવામાં આવી રહ્યો છે ત્યારે આ પવિત્ર ઉત્સવ દરમિયાન લોક લાગણીને ધ્યાનમાં રાખીને સાણંદ શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં નોન વેજની લારીઓ અને હોટલો, દુકાનો બંધ રાખવા લેખિતમાં રજૂઆત કરી હતી.

Social