Category: સાણંદ તાલુકામાં 40515 હેક્ટરમાં શિયાળું વાવેતર1

સાણંદ તાલુકામાં 40515 હેક્ટરમાં શિયાળું વાવેતર

સાણંદ તાલુકામાં વર્ષ 2022માં રવિ પાકોનું વાવેતર કુલ 39661 હેક્ટર જમીનમાં થયું હતું. જયારે ચાલુ વર્ષે આ વાવેતર 40515 હેક્ટરમાં થયું છે. વર્ષ 2021માં 40219 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર થયું હતું. સાણંદના મુખ્ય એવા ઘઉંના પાકનું ગત વર્ષે 36458 હેક્ટરમાં વાવેતર થયું હતું. જે ચાલુ વર્ષ 37195 હેકટરમાં થયું છે. સાથે સાથે આ વર્ષે 794 હેક્ટર જમીનમાં શાકભાજીનું થયું છે. આગમી દિવસોમાં વધુ ઠંડી પડવાની શકતાઓ છે ત્યારે રવિ પાકને પણ અનેક ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે, તાલુકામાં ગત નવેમ્બરના બીજા સપ્તાહ આસપાસ સાણંદ તાલુકામાં 2888 હેક્ટર વાવેતર થયું હતું. વળી ઠંડીએ ચમકારો બતાવવાનું શરૂ કરતાં ઘઉં સહિતના પાકમાં દોઢ મહિના બાદ વધુ 37627 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ ચાલુ વર્ષે કુલ 40515 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ખેતીવાડી સૂત્રોએ કહ્યું કે શિયાળું પાકમાં જેમ ઠંડીનું પ્રમાણ વધે તેમ ઘઉંના પાકને ફાયદો થાય સાથે ઉત્પાદન પણ વધે છે.

Social