Category: સાણંદ તાલુકા કક્ષાની પશુપાલન શિબિરમાં પશુપાલન નિષ્ણાંતોએ લોકોને માર્ગદર્શન આપ્યું1

સાણંદ તાલુકા કક્ષાની પશુપાલન શિબિરમાં પશુપાલન નિષ્ણાંતોએ લોકોને માર્ગદર્શન આપ્યું

સાણંદ તાલુકાના ગોકળપુરા ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાણંદ બાવળા વિધાન સભાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, પૂર્વ ઉપ પ્રમુખ સાણંદ તાલુકા ભાજપ ડાહ્યાભાઈ એલ પટેલ, સાણંદ તાલુકા ઉપપ્રમુખ વાસુભાઈ ગોહેલ, જિલ્લા સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પશુપાલન કચેરીમાંથી મદદનીસ પશુપાલન નિયામક ડૉ. આર.જી.પટેલ તથા અન્ય પશુપાલન નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ખીચા ગામ થી પ્રાકૃતિક કૃષિ નિષ્ણાંત કાશીરામભાઈ વાઘેલા, ગોકળપુરા ગામના સરપંચ, સહિત તાલુકામાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલકોએ શિબિર મા ઉત્સાહભેર જોડાયા હતા અને જેમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે ઓછા ખર્ચે નફાકારક પશુપાલન કઈ રીતે કરી શકાય અને વધુ આવક મેળવી પશુપાલકોનું જીવન ધોરણ કઇ રીતે ઊંચું લાવી વગેરે બાબતે શિક્ષણ આપવામાં આવ્યું. ઉપરોક્ત શિબિરનું આયોજન પશુપાલન વિભાગ દ્વારા જિલ્લા પંચાયત અમદાવાદ તથા સાણંદ પશુદવાખાના સાણંદ દ્વારા કરવામાં આવ્યું હતું.

Social