Category: સાણંદ : મહિલાઓ માટે નિશુલ્ક બ્યુટી પાર્લર તેમજ સીવણ વર્ગો શરૂ કરાયા1

મહિલાઓને પગભર થવાની અનોખી તક મળશે.: સાણંદ : મહિલાઓ માટે નિશુલ્ક બ્યુટી પાર્લર તેમજ સીવણ વર્ગો શરૂ કરાયા

કેવી પરિવાર સમાજ સેવા સંસ્થા દ્વારા મહિલાઓને સ્વરોજગારી મળી રહે તે હેતુથી સાણંદ તાલુકાના જરૂરિયાતમંદ પરિવારની બહેનો માટે સોયલા ગામમાં નિ:શુલ્ક સીવણના તાલીમ વર્ગો ચલાવાઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 135 થી વધુ બહેનોએ તાલીમ લીધેલી છે અને તેઓને સીવવાના મશીનો આપી તેઓને પગભર કરવામાં આવેલ છે. જેમાંની મોટાભાગની બહેનો આજે દર મહિને 3,000 થી 15,000 જેટલી રકમ સામાન્ય રીતે કમાઈ લે છે.
તેને અનુરૂપ સોયલા ગામે આજથી મહિલાઓ માટે નિઃશુલ્ક બ્યુટી પાર્લર તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેનું ઉદ્ઘાટન શિવમ પટેલ અને જૈનિકા પટેલે ઉપસ્થિત રહીને કર્યું હતું. ઉપરાંત તાલીમ પુરી કરનાર બહેનોને પ્રમાણપત્ર અર્પણ કરી અભિવાદન કરવા સાથે સીવણના મશીનો આપવામાં આવ્યા હતા.
ઉપસ્થિત અગ્રણી શિક્ષણવિદ્ ડો.કિરીટ જોષી કે જેઓ કે.વી. પરિવાર સમાજ સેવા સંસ્થાના કોઓર્ડીનેટર છે. તેઓએ જણાવ્યું હતું કે કે.વી. પરિવાર સમાજ સેવા સંસ્થા તે જરૂરિયાતમંદ પરિવારને શિક્ષણ આરોગ્ય અને સ્વરોજગારી માટે પગભર કરવામાં મદદરૂપ થાય છે અને તે હેતુથી જ આજે સોયલા, મોડાસર વિસ્તારની નીડમધર બહેનો સાથે પૌષ્ટિક આહાર તેમજ બાળ આરોગ્ય વિશે સંવાદ કરવા સાથે આરોગ્યપ્રદ કીટ અર્પણ કરવામાં આવેલ હતુ.
આ ઉપરાંત સાણંદ તાલુકાના માણકોલ ગામમાં મહિલાઓ માટે નિશુલ્ક સીવણ તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો. જેના ઉદ્ઘાટન પ્રસંગે દીવાન -બલ્લુભાઈ શાળાના શિક્ષક દિલીપભાઈ ચૌહાણ સીવણ તાલીમ આપતા ગભરૂભાઈ , કંચનબેન, રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરતાં પ્રાથમિક શાળાના આચાર્ય દેવયાની બેને જણાવ્યું હતું કે બહેનોને પગભર થવામાં આ તાલીમ ખૂબ ઉપયોગી બનશે. તેના માટે નિયમિતતા અને શિસ્ત ખુબ જરૂરી છે આપ સ્વરોજગારી માટે સક્ષમ બનો પણ સાથે સાથે તમારા પરિવારના શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને સ્વચ્છતા બાબતે પણ કાળજી લો.
ઉપસ્થિત મહેમાનોએ કે.વી. પરિવારને તેમજ પ્રકલ્પ વાહક સંસ્થાના કો-ઓર્ડીનેટર કિરીટભાઈ જોષીને સામાજિક સેવાઓ માટે અભિનંદન આપ્યા હતા.

Social