Category: સાણંદ વિરાટ ધર્મ સભા : શ્રી રામના જયઘોષ સાથે સાણંદની ભૂમિ ધન્ય બની1

સાણંદ વિરાટ ધર્મ સભા : શ્રી રામના જયઘોષ સાથે સાણંદની ભૂમિ ધન્ય બની

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન ઘર ઘર સંપર્ક અભિયાન થકી તમામ હિન્દુ ઘરો સુધી પુજિત અક્ષત, આમંત્રણ પત્રિકા અને ભગવાન શ્રી રામની ચિત્ર પ્રતિમા પ્રસાદ સ્વરૂપે પહોંચાડવા માટે સાણંદ માં આજે વિરાટ ધર્મસભાનું આયોજન કરેલ છે. ધર્મસભામાં પૂજન કરેલ અક્ષત કળશ પૂજ્ય સંતોના હસ્તે દરેક ગ્રામ સમિતીને અર્પણ કરવામાં આવશે . બપોરે ૧-૦૦ કલાકે સાણંદમાં કેસરિયા ધ્વજ સાથે વિશાળ રેલી આવી પહોંચી હતી અને જે ધર્મ સભા સ્થળ
સાણંદ ડિ. માર્ટની સામે, રિમકાર ફલેટની બાજુમાં, બાયપાસ થી કાણેટી જવાના રસ્તે પહોંચી હતી .
આ પ્રસન્ગે આનંદનાથજી મહારાજ શંકરતીર્થ આશ્રમ, સાણંદ, ધર્મેન્દ્રભાઈ ભાવાણી અખિલ ભારતીય સહમંત્રી, ધર્મ પ્રસાર, વિશ્વ હિન્દુ પરિષદ. ખાસ ઉપસ્થિત રહ્યા હતા .સભાનું આયોજન વિરાટ ધર્મસભા આયોજક સમિતિ દ્વારા કરાયું છે . ધર્મ સભામાં શ્રી રવિશંકરદાસજી મહારાજ (ખાખીબાપુ)વાળીનાથ મહાદેવ, કાણેટી, પ.પૂ મંહત સદાશીવ બાપજી અમરાપુરી આશ્રમ, માણકોલ, સીતારામ મહારાજ મહંત , શંકરવાડી, સાણંદ., હરદેવદાસજી ગુરૂપ્રભુદાસજી, મહંતશ્રી, વડવાળા મંદિર, સાણંદ., સૂર્યાદેવીજીગાયત્રી મંદિર, નરોડીયાવાસ, સાણંદ., ભરતરામ બાપા ભોજલ સ્વરૂપ આશ્રમ, અસલગામ.
પ્રભુદાસ મહારાજ શ્રીરામ આશ્રમ, કમીજલા., કાનદાસજી મહારાજ, રામજી મંદિર, બાવળીયાનો ઝાંપો, સાણંદ. જેવા સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા .

Social