Category: સાણંદ શહેરના હરેકૃષ્ણ સોસાયટીમાં ગટર ઉભરાતા રહીશોમાં રોષ1

સાણંદ શહેરના હરેકૃષ્ણ સોસાયટીમાં ગટર ઉભરાતા રહીશોમાં રોષ

સાણંદના હરેકૃષ્ણ સોસયાટીના વિભાગ 2માં છેલ્લા 4 મહિના કરતાં વધારે સમયથી સોસાયટીના રસ્તા પર અંડર ગ્રાઉન્ડ ગટર ઉભરાઇ રહી છે જેને કારણે અહિયાં વસવાટ કરતાં 100 જેટલા પરિવારજનોને રોગચાળો ફાટી નીકળવાની લોકોને દહેશત લોકોને સતાવી રહી છે. ઘરની બહાર નીકળતા જ દરવાજા આગળ ગટરનું પાણી ભરાઈ રહેતા રહીસો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ કહ્યું કે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર રહેતા તંત્રની કામગીરી સામે લોકોએ સવાલો ઉઠાવ્યા છે. સોસાયટીના રોડ પર ગંદા પાણી ઉભરતું બંધ કરી સમસ્યાનો કાયમી નિકાલ માટે સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે.

Social