Category: સાણંદ શહેરમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું કરુણ મોત, યુવક સાણંદ ખાતે સાસરીમાં આવતો હતો.1

સાણંદ શહેરમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું કરુણ મોત, યુવક સાણંદ ખાતે સાસરીમાં આવતો હતો.

સાણંદ તાલુકામાં ફરી એક વખત બેફામ જતાં ડમ્પર ચાલકના કારણે નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે. સાણંદ બાયપાસ પાસે રોડ પર જતાં ડમ્પર ચાલકે એકાએક બાઇક ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વાસણા ખાતે પરિવાર સાથે રહેતા પ્રકાશભાઈ ગોપાલભાઈ સોલંકી (ઉં.૩૦) કોલટથી તેઓની સાણંદ ખાતે સાસરીમાં જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. ત્યારે સાણંદ બાયપાસ રોડથી થોડા આગળ જતા બેફામ જતાં ડમ્પર ચાલકે તેનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇક ચાલક પ્રકાશભાઈ ગોપાલભાઈ સોલંકીને ટક્કર મારતા પ્રકાશભાઈ શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. અકસ્માત થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માતને લઈને કૃણાલભાઈ નરેશભાઈ શ્રીમાળીએ ડમ્પર ચાલકે વિરુદ્ધમાં સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.
નોંધપાત્ર છે કે સાણંદ શહેર તેમજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના રોડ પર છેલ્લા કેટલાક મહિનાઓથી ડમ્પર ચાલકો બેફામ રીતે વાહન ચલાવવાના કારણે અનેક નાના મોટા અકસ્માત સર્જાયા છે જે અંગે પોલીસ ચોપડે ફરિયાદો પણ નોંધાઈ છે. બેફામ રીતે વાહન ચાલવાના કારણે અકસ્માતમાં નિર્દોષ લોકોને ઇજા તો કોઈનું મોત થાય છે. ત્યારે ખાસ કરીને ઓવર સ્પીડે જતાં વાહન ચાલકો વિરુદ્ધમાં પોલીસ લાલ આંખ કરે તેવી લોક માંગ ઉઠી છે.

Social