Category: સાણંદ સદભાવના કેન્દ્ર દ્વારા અંતિમ વાહિનીનું લોકાર્પણ1

સાણંદ સદભાવના કેન્દ્ર દ્વારા અંતિમ વાહિનીનું લોકાર્પણ

ટપાલ ચોક ખાતે આવેલ પ્રખર સેવા સંસ્થા સદભાવના કેન્દ્ર દ્વારા સેવાના નવા આયામ રૂપે શહેરને અંતિમવાહિની અર્પણ કરી છે. આ અંતિમ વાહિની સાણંદ શહેર તથા ગ્રામ્યના લોકો જરૂરિયાત સમયે નિસંકોચ વિનામૂલ્યે ઉપયોગ કરી શકશે એવું સદભાવના કેન્દ્રના પ્રમુખ કમલેશભાઈ વ્યાસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. સાણંદ સદભાવના કેન્દ્ર દ્વારા સાણંદમાં છેલ્લા 9 વર્ષથી વિવિધ સેવાઓ દ્વારા સમાજમાં સુવાસ ફેલાવી રહ્યું છે. જેમકે સાણંદમાં વિવિધ જગ્યાએ ઠંડા પાણીની પરબો, જરૂરિયાત મંદોને ટિફિન સેવાઓ, માત્ર પાંચ રૂપિયામાં મેડિકલ સેવાઓ, કપડાનું વિતરણ ,રાહત દરે મીઠાઈઓનું વિતરણ, સ્મશાનમાં લાકડાની સેવાઓ, જરૂરિયાતમંદ દીકરીઓને કરિયાવરની સહાય જેવી વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે સંસ્થાએ પોતાના દસમાં સ્થાપના દિને શહેરને અંતિમ વાહિની અર્પણ કરી હતી. આગામી સમયમાં અત્યાધુનિક લેબોરેટરી નું પણ સંસ્થા આયોજન કરવાની છે જે રાહત દરે સેવાઓ પૂરી પાડશે

Social