Category: સુરતના લિંબાયતમાં 5 વર્ષની માસુમનું અપહરણ, નરાધમે શારીરિક અડપલા કર્યા1

સુરતના લિંબાયતમાં 5 વર્ષની માસુમનું અપહરણ, નરાધમે શારીરિક અડપલા કર્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લિંબાયતમાં એક પાંચ વર્ષીય બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બનતા રહી ગઈ હતી. બાળકી ઘર બહાર રમતી ત્યારે નરાધમે બાળકીનું મોઢું દબાવી અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ બાળકીને આઈસ્ક્રીમની દુકાને આઇસ્ક્રીમ ખવડાવી શારીરિક અડપલા કર્યા હતા. બનાવ અંગે પરિવારે લિંબાયત પોલીસને જાણ કરતા સીસીટીવીના આધારે નરાધમ સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ દરમિયાન નરાધમના મોબાઈલમાંથી અનેક અશ્લીલ ક્લિપો પણ મળી આવી હતી.

લિંબાયત વિસ્તારમાં રહેતા કુરેશી પરિવારની પાંચ વર્ષીય બાળકી ગત 19 જાન્યુઆરી શુક્રવારની રાત્રે આઠ વાગ્યે ઘરની બહાર રમી રહી હતી. તે દરમિયાન 24 વર્ષીય એક યુવકે ત્યાં આવીને બાળકીનું મોઢું દબાવી અપહરણ કર્યું હતું. બાદમાં ચોકલેટ અને આઇસક્રીમની લાલચ આપી આઇસ્ક્રીમની એક દુકાને લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. નરાધમ યુવકની આ સમગ્ર હરકત આઈસ્ક્રીમની દુકાનના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.

Social