Category: સુરતમાં 40 લાખ સ્માર્ટ મીટર DGVCL ઉત્તરાયણ પછી લગાવશે1

સુરતમાં 40 લાખ સ્માર્ટ મીટર DGVCL ઉત્તરાયણ પછી લગાવશે

સુરત શહેરમાં સ્માર્ટ મીટરો લગાડવાની તજવીજ ડિજીવીસીએલ દ્વારા કરાઈ છે. હાલ સ્માર્ટ મીટરો આવી ગયા છે 14મી જાન્યુઆરી પછી ઇન્સ્ટોલેશનની શરૂઆત કરાશે. કેન્દ્ર દરેક રાજ્યોમાં હવે સ્માર્ટ મીટર લગાવશે. આ પ્રોજેક્ટ લાવવા ડિજિવીસીએલે પણ તૈયારી શરૂ કરી છે, જેની 14મી જાન્યુઆરી પછી શરૂઆત કરશે. આ પ્રોજેક્ટમાં કુલ 2636.24 કરોડ ખર્ચ કરાશે. ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 લાખ, બીજા ફેઝમાં 23.89 લાખ મીટરો મળી 40 લાખથી વધુ સ્માર્ટ મીટર મૂકાશે. જેથી પાવરચોરી કાબૂમાં આવશે.
સૂત્રોએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં કુલ 2636.24 કરોડ ખર્ચ કરાશે. ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 લાખ, બીજા ફેઝમાં 23.89 લાખ મીટરો મળી 40 લાખથી વધુ સ્માર્ટ મીટર મૂકાશે. જેથી પાવરચોરી કાબૂમાં આવશે. ગ્રાહક નિયમિત કેટલું રિચાર્જ વપરાયું તે ચેક પણ કરી શકશે. જરૂરિયાત પ્રમાણે 1 દિવસથી વર્ષનું પણ રિચાર્જ કરી શકાશે, હાલ ડિજીવીસીએલમાં 40 હજાર મીટરો આવ્યા છે. જેનું લેબ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. સૌથી પહેલા સરકારી કચેરીઓમાં અને બાદ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પીપલોદના ઘરોમાં ડિજિટલ મીટર લગાવાશે.મોબાઈલ કે D2Hની જેમ જ ગમે ત્યારે રિચાર્જ કરી શકાશે.

Social