Category: સુરેન્દ્રનગર પાસે રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી : ૩ના મોત1

સુરેન્દ્રનગર પાસે રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી : ૩ના મોત

સુરેન્દ્રનગરમાં પાસે મૂળી-સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. જેથી ભયંકર અકસ્માત થયો હતો. મોરબી જિલ્લાના એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. તેમજ એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે. મૂળીની હોસ્પિટલ ખાતે ત્રણેયની લાશને રાખવામાં આવી છે.
મૂળી-સરલા રોડ ઉપર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફલેક્ટર લાઈટ નહીં હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. આ ત્રણેય મૃતકો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હતા. આ ઘટનાને પગલે ડમ્પર ચાલક પોતે ફરિયાદી બન્યો છે. જેણે કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Social