Category: સેટેલાઈટમાં રહેતી મહિલાનું સાણંદના મનીપુર નજીક ટ્રેનની અડફેટે મોત1

સેટેલાઈટમાં રહેતી મહિલાનું સાણંદના મનીપુર નજીક ટ્રેનની અડફેટે મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના મનીપુર થી ગોરા ઘુમા રેલવે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર શનિવારે રાત્રે 11 કલાક પહેલા કોઈ ટ્રેનની અડફેટે એક મહિલા આવી જતાં સ્થળ પર મોત થયું હતું. જેની જાણ વિરામગામ રેલ્વે પોલીસને થતાં મોડી રાત્રે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતકની લાશને પી.એમ અર્થે સાણંદની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. સાથે મૃતક મહિલાના વાલીવારસાની શોધખોળ કરવા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરતાં શનિવારે બપોર સુધીમાં પોલીસ તપાસમાં મૃતક મહિલાના પરિવારજનોની ઓળખ થતાં પરિવારજનો રેલ્વે પોલીસ પાસે દોડી આવ્યા હતા, જેમાં મૃતક મહિલા આશરે 55 વર્ષીય ભારતીબેન ઈશ્વરભાઈ ચુનારા (રહે.ગોપાલ આવાસ સેટેલાઈટ અમદાવાદ)નાઓ સાંજના સમયે કોઈને કહ્યા વગર તેના ઘરેથી નીકળી ગયા હોવાનું ખૂલ્યું હતું. સમગ્ર મામલે વિરામગામ રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે.

Social