Category: સેવાલિયા ચેક રિટર્ન કેસમાં એક શખ્સને એક વર્ષની સજા1

સેવાલિયા ચેક રિટર્ન કેસમાં એક શખ્સને એક વર્ષની સજા

નડિયાદના સેવાલિયામાં રહેતા કિરીટ શાહને તારા એકસપ્લોઝીવ કંપનીના ભાગીદાર મઝાહીર રોકડીયા અને મોહસીન રોકડીયા સાથે મિત્રતા હતા. આ દરમિયાન મઝાહીરે કિરીટ પાસેથી હાથ ઉછીના પૈસાની માંગણી કરી હતી. જેથી કિરીટે રૂ 4 લાખ રોકડા એક માસ માટે આપ્યા હતા. જે મુદત પૂર્ણ થતા પૈસાની માંગણી કરતા ભાગીદારી પેઢીનો રૂ 4 લાખનો ચેક આપ્યો હતો. જે બેંકમાં ભરતા અપૂર્તા નાણાને કારણે પરત આવતા કિરીટે વકીલ મારફત નોટિસ આપી હતી. જેનો પ્રત્યુતર ન આપતા કીરીટે સેવાલિયા કોર્ટમાં ચેક પરતનો કેસ કર્યો હતો. જે કેસ શનિવારના રોજ ચાલી જતાં કોર્ટે મઝાહીર મોહસીનઅલી રોકડીયાને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ડબલ એટલે રૂ 8 લાખ ચૂકવી આપવા હુકમ કર્યો છે.

Social