Category: હરણી તળાવની દુર્ઘટનામાં જીવ બચાવનાર રિયલ લાઈફ હીરો પણ સામે આવ્યા, જાણો કોણ છે બાળકોના 3 તારણહાર1

હરણી તળાવની દુર્ઘટનામાં જીવ બચાવનાર રિયલ લાઈફ હીરો પણ સામે આવ્યા, જાણો કોણ છે બાળકોના 3 તારણહાર

વડોદરાના હરણી તળાવમાં ઊંધી પડેલ બોટમાં સવાર લોકો જીવ બચાવવા માટે તરફડિયાં મારી રહ્યા હતા એવામાં ત્રણ લોકો એવા સામે આવ્યા છે જે કરુણ દુર્ઘટનાના તારણહાર બન્યા હતા. આ લોકો પોતાના જીવ વિશે વિચાર્યા વિના તળાવમાં કૂદી પડ્યા હતા અને અનેક માસૂમના જીવ બચાવ્યા હતા. હરણી તળાવના સામે છેડે રહેતા ભુપેન્દ્ર ચૌહાણ ઉર્ફે લાલાભાઈના છોકરો બહાર રમતો હતો અને તેની ચિંતામાં તેઓ બહાર આવ્યા. એ સમયે એમને જોયું લોકો ટોળાંવાળીને ઉભા છે, શું થયું એ જોવા માટે તેઓ આગળ આવ્યા તો તેમને દેખાયું કે તળાવમાં એક બોટ ઊંધી વળી ગઈ છે. એ સમયે એક પળનો વિચાર કર્યા વિના તેઓ એ તળાવમાં છલાંગ લગાવી દીધી હતી.

લાકડા સોમિલમાં કામ કરતાં આ શ્રમિકને દુર્ઘટનાની જાણ થતાં 6 ફૂટ ઊંચી રેલીંગ કુદીને તળાવમાં ડૂબી રહેલા પાંચ માસૂમનો જીવ બચાવ્યો હતો. તળાવમાં છલાંગ લગાવ્યા બાદ સૌથી પહેલા એમને પહેલા ઊંધી બોટને સીધી કરવા પ્રયત્ન કર્યો અને બોટ સીધી કરવા જતાં એક માસુમ બાળકને બહાર કાઢ્યું અને એમ એક બાદ એક પાંચ બાળકોના જીવ બચાવ્યા હતા. આ સાથે જ એમને એક શિક્ષિકાને પણ બચાવીને બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ ફાયર બ્રિગેડ પહોંચતા સુધી એકલા હાથે લાલાભાઈએ માસૂમોની જિંદગી બચાવવા પ્રયત્ન કર્યા અને રિયલ લાઈફ હીરો તરીકે ઊભરી આવ્યા હતા. લાલાભાઈની બચાવ કામગીરીને સ્થાનિકોએ પણ બિરદાવી હતી. આજે એમના કારણે પાંચ માસૂમનો શ્વાસ ચાલી રહ્યો છે.

Social