Category: હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે SITની રચના1

હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે SITની રચના

હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. 7 પોલીસ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ થાય છે. હરણી તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે.

વડોદરામાં ગઈકાલે હરણી તળાવમાં ઘટેલી બોટ દુર્ઘટનામાં 15 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાં છે. શિક્ષકો સહિત નાના ભૂલકાંઓ તળાવમાં ડૂબી જવાની ઘટનાના પડઘા હવે હાઈકોર્ટમાં પડ્યાં છે. એડવોકેટ એસોસિએશન દ્વારા હાઈકોર્ટને સમગ્ર ઘટનામાં સુઓમોટો લેવા માટે વિનંતી કરવામાં આવી છે.હાઈકોર્ટે એસોસિએશનને અહેવાલ રજૂ કરવા કહ્યું છે. કોર્ટ સમાચારપત્રોમાં આવેલા અહેવાલો પણ રજૂ કરવાનો હૂકમ કર્યો છે. બીજીબાજુ આ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે.

Social