Category: હિંમતનગરમાં બેન્કના ATMમાં ચોરીનો પ્રયાસ : શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો1

હિંમતનગરમાં બેન્કના ATMમાં ચોરીનો પ્રયાસ : શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બી.કે.એવન્યુ કોમ્પ્લેક્ષમાં આવેલ પંજાબ એન્ડ સિંધ બેંકના ATMમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ચોરી કરવાના ઈરાદાથી તોડફોડ કરતાં અચાનક ATM મશીનનું હુડ, ડિસ્પેન્સર તેમજ સાયરન કેબલ કાપતા સમયે સાયરન વાગ્યું હતું જો કે ઈસમ ત્યાંથી બહાર નીકળી પલાયન થઈ ગયો હતો. બેન્કના કુલદીપસિંહ કિશનસિંહ ચૌહાણે આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં CCTVના ફૂટેઝન આધારે ગણતરીના કલાકોમાં આ ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનારા મહમદ સોહેલ અબ્દુલ રજાક રેંટીયાને માળીના છાપરીયા પાસેના KGN હોટલ આગળ રોડ પરથી દબોચી લેવાયો હતો. તેની અંગઝડતી કરતાં તોડફોડમાં ઉપયોગ કરેલો લોખંડનો છરો, મોઢા પર પહેરેલું માસ્ક મળી આવ્યું હતું. પંજાબ એન્ડ સિંધ બેંકમાં ચોરી કરવાની કોશિશ કરવાની કબૂલાત કરી હતી. બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ આદરી છે.

Social