Category: 22 જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ1

22 જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ

સોમવાર તા. ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને રાજ્યના નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રાખવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ તેમજ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને આ અંગે પત્ર પાઠવીને તેમના સંબંધિત વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રહે તેની કાળજી લેવા સૂચનાઓ આપી છે.

Social