Category: 3 દિવસમાં પક્ષી બચાવના 73 કોલ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમને મળ્યા.1

3 દિવસમાં પક્ષી બચાવના 73 કોલ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમને મળ્યા.

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરી ફસાઈ જવાના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને મૃત્યુ પણ પામતા હોય છે. અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પણ ઉત્તરાયણના ત્રણ દિવસ દરમિયાન ઝાડ, તાર તેમજ અલગ- અલગ જગ્યાએથી પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી પક્ષીઓ બચાવવા માટેના 73 કોલ મળ્યા હતા.

ઓઢવ વિસ્તારમાં ટાવર પર પક્ષી દોરીમાં ભરાઈ ગયું હતું. જેને બચાવવા માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મ સીડીનો ઉપયોગ કરાયો હતો. જ્યારે નવરંગપુરા અને થલતેજ વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં પક્ષી દોરીમાં ફસાઈ જવાના કારણે હાઈડ્રોલિક પ્લેટફોર્મ સીડીનો ઉપયોગ કરાયો હતો. ત્રણ દિવસ દરમિયાન આગના 18 કોલ આવ્યા હતા. જેમાંથી બે તુક્કલના કારણે આગ લાગી હોવાના હતા.

Social