Category: સો ટચની વાત:સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે તન નહી, મન નિર્મળ હોવું પણ જરૂરી છે1
શરીરમાં તણાવ ન હોય, શ્વાસ લયબદ્ધ હોય, દરેક શ્વાસ સાથે તન-મનને હકારાત્મક સંદેશો મળે અને મન દરરોજ નિર્મળ રહે- સાચા અર્થમાં આ જ સંપૂર્ણ સ્વાસ્થ્ય છે. જો કોઈને પૂછવામાં આવે કે તબિયત કેવી છે? તો જવાબ મળશે કે ઠીક છે. ઠીકનો મતલબ કે કોઈ બીમારી નથી. કમનસીબે શરીરમાં કોઈ રોગ ન હોવો સ્વાસ્થ્યનો પર્યાયવાચી બની ગયો છે. હાલમાં માણસો બીમારીઓ અને અગણિત જંતુઓથી એટલા ઘેરાયેલા છે કે વાસ્તવિક સ્વાસ્થ્ય જ ભૂલી ગયા છે. એટલું જ નહીં, આપણે દવા વગરનું જીવન જીવવાનું જ સાવ ભૂલી ગયાં છીએ. આ આપણાં સૌ માટે બહુ દયનીય સ્થિત છે. સ્વસ્થ કોને કહેવાય? લોકો નવું ઘર શોધે છે તે પહેલાં એ જુએ છે કે આસપાસ કોઈ હોસ્પિટલ છે કે નહીં!