તેમને નેત્રહીન કેમ કહેવાય?

January 6th, 2024

આજે ૭૫ વર્ષ ના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને ૯૯% થી ઓછા માર્ક્સ મળ્યા નથી. એમણે ૨૩૦ પુસ્તકો લખ્યા છે. સૌથી મોટી વાત કે શ્રી રામજન્મભૂમિ ના કેસમાં તેમણે હાઇકોર્ટમાં ૪૪૧ પૂરાવા આપ્યા, એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો. તેમણે આપેલા એ ૪૪૧ પૂરાવા માં થી ૪૩૭ કોર્ટે સ્વિકાર્યા. એ દિવ્ય પુરુષ નું નામ છે જગદગુરૂ શ્રી રામભદ્રાચાર્ય.

૩૦૦ વકીલોની હાજરી થી ભરાયેલી કોર્ટમાં માં, એ ગુરુદેવ ને ચુપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી. તેમને પૂછવામાં આવ્યું કે રામચરિત માનસ માં રામજન્મભૂમિ વિષે કોઈ ઉલ્લેખ છે ? ત્યારે ગુરૂદેવ શ્રી રામભદ્રાચાર્યજી એ સંત તુલસીદાસ ની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામજન્મભૂમિ નો ઉલ્લેખ છે. ત્યાર બાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો ? તેના જવાબમાં શ્રી રામભદ્રાચાર્યજી એ કહ્યું કે અથર્વ વેદ માં દશમ કાંડ, ૩૧ મા અનુવાદમાં, દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે. તે સાંભળી ને જજ ની બેંચપર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે “સર તમે દિવ્ય આત્મા છો.”

સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલય માં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ થયા નથી, ત્યારે શ્રી રામભદ્રાચાર્યજી એ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહ ને પત્ર લખીને કહ્યું, “આપના ગુરુ ગ્રંથ સાહેબમાં ૫૬૦૦ વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે.”

આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજી એ, ટીવી ચેનલના પ્રખ્યાત જર્નલિસ્ટ સુધીર ચૌધરી ને એક ઇન્ટરવ્યૂમાં કહેલી છે.

આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી. ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિ ધારી અવતાર છે. તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી. કારણકે એક વખત સ્વ. પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી એ તેમને કહ્યું હતું કે,”તમારી દ્રષ્ટિ ની વ્યવસ્થા હું કરાવી શકું છું.” ત્યારે આ સંત મહાત્મા એ જવાબ આપ્યો હતો કે, “સંસાર જોવાની મને ઇચ્છા નથી.” તેઓ ઇન્ટરવ્યૂમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં. મેં કદી અંધ હોવાનું કન્સેશન લીધું નથી. હું તો પ્રભુ શ્રી રામ ને ઘણા નિકટથી જોઉં છું.

આવા પુણ્યશાળી, અદ્ભૂત પ્રતિભાવાન, રામભક્ત ને કોટી કોટી વંદન
જય શ્રી રામ

સબંધ અરીસો છે : જે.ક્રષ્ણમૂર્તિ

January 6th, 2024

સ્વજ્ઞાન કોઈ સૂત્ર પ્રમાણે નથી હોતું.તમે તમારા વિષે જાણવા માટે કોઈ મનોચિકિત્સક કે મનોવિશ્લેષક પાસે જઈ શકો ,પરુંતુ તે સ્વજ્ઞાન નથી સ્વજ્ઞાન ત્યારે જ થાય કે જયારે આપણે સંબંધોમાં સાવધાન રહીયે,તે આપણને આપણે દરેક ક્ષણે શું અને કેવા છીએ તે દર્શાવે છે. સબંધએ એક એવો અરીસો છે કે જેમાં આપણે ખુદને જેવા છીએ તેવા જોઈએ છીએ.પરુંતુ મોટાભાગના લોકો સંબંધોમાં પોતે જેવા છે તેવા જોવાને અસમર્થ હોય છે કારણ કે આપણે જોઈએ છે તેને તરત જ વખોડવા અથવા વ્યાજબી ઠરાવવા લાગીએ છીએ . આપણે નિર્ણય લઈએ છીએ ,આપણે મૂલ્યાંકન કરીયે છીએ,સરખામણી કરીએ છીએ .આપણે સ્વીકારીએ છીએ અથવા નકારીએ છીએ.પરંતુ આપણે ક્યારેક વાસ્તવમાં જે છે તેનું નિરીક્ષણ નથી કરતા અને મોટાભાગના લોકોને નિરીક્ષણ કરવું ખુબ જ મુશ્કેલ જણાય છે.છતાં પણ આ એક જ વાતમાં સ્વજ્ઞાનની સાચી શરૂઆત છે. જો આપણે સંબંધોના અરીસામાં જેવા છીએ તેવા ખુદને જોઈ શકવા શક્તિમાન બનીએ જો આ વિકૃત નથી તેવા અસાધારણ અરીસામાં આપણે પુરેપુરા ધ્યાનથી જોઈ શકીએ અને વાસ્તવમાં જે છે તે જોઈને તેને વખોડ્યા વગર નિર્ણંય કર્યા વગર મૂલ્યાંકન કર્યા વગર તેનાથી સભાન રહીએ તો એ સ્વજ્ઞાનની શરૂઆત છે. જયારે તમને તે માટે ઉત્કટ ઉત્સાહ જાગશે. ગંભીરપણે રસ પડશે ત્યારે તમને ખબર પડશે કે મન પોતાને બધાજ સંસ્કાર બંધનો થી મુક્ત કરવાને સમર્થ છે . અને ત્યારે મન વિચારની બહારના ક્ષેત્ર માં જે રહેલું છે તેને શોધવા માટે મુક્ત બને છે .
મન ભલે ગમે તેટલું વિદ્વાન હોય અથવા તો તે ગમે તેટલું ક્ષુલ્લક હોય પરંતુ આખરે તો એ સભાનપણે કે અભાનપણે માર્યાદિત સંસ્કાર બદલ હોય છે. અને આ સંસ્કારબદ્ધતા ગમે તેટલું વિસ્તરેલું હોય તે છતાં તે વિચારના ક્ષેત્રની સીમામાં જ રહે છે. આમ , મુક્તિ સાવ અલગ બાબત છે.
સ્વ ને જાણવું
પોતાને જાણ્યા વગર તમે ભલે ગમે તે કરો પરંતુ ત્યાં કદાચ ધ્યાનની અવસ્થા ન હોઈ શકે પોતાને જાણવાનો અર્થ હું એવો કરું છું કે પોતાના દરેક વિચારને જોવો , મનની દરેક પ્રકારની સ્થિતિ ને જાણવી, પોતાના દરેક શબ્દને ,દરેક લાગણીને જાણવાની તમારા મનની પ્રવૃત્તિઓને જાણવાની પોતાને જાણવાનો અર્થ એવો નહિ કે પરમાત્માને જાણવા મહાન સર્વોત્કષ્ટ આત્માને જાણવા આત્મા પરમ આત્મા એવી કોઈ વસ્તુ છે જ નહિ તે હજુય વિચારના ક્ષેત્રમાં જ છે. વિચાર તમારા પૂર્વ સંસ્કારનું પરિણામ છે . વિચાર તમારી સ્મૃતિ નો પ્રતિભાવ છે તે ભલે વારસાગત હોય કે હમણાંની હોય પોતાને જાણવાથી ઉદભવતા સદગુણને ગહનપણે, નિશ્ચિતપણે મનમાં સ્થાપિત કર્યા વગર માત્ર ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો તે એકદમ ભ્રામક અને નકામું છે.
જે લોકો આ સમજવા માટે ગંભીર છે તેમને માટે ઘણી મહત્વની વાત છે તો કૃપા કરી ધ્યાનથી સાંભળો કારણ કે જો તમે તે ન કરી શકો તો તમારું ધ્યાન અને વાસ્તવિક જીવન છૂટા પડી જાય છે તે અલગ થઈ જાય છે અને તે બંને વચ્ચેનું અંતર એટલું બધું વધી જાય છે કે ભલે તમે ધ્યાન કરતાં સુધી ભલે મુદ્રાઓ અને આસન કરતા હો તમારા જીવનના અંત પર્યંત તમને દ્રષ્ટિ નહીં સાંભળે. તમારી જ દ્રષ્ટિ નાસિકા થી આગળ નહીં જાય તમે ગમે તે કરો પરંતુ તે બધું બિલકુલ અર્થહિન બની રહેશે.
પોતાને વિશે જાણવું એટલે શું તે સમજવું બહુ અગત્યનું છે બસ સભાન રહેવું કોઈ પણ પસંદગી વગર હું થી સભાન થવું આ હું નો મૂળ ઘણી સ્મૃતિઓના ભાગમાં છે કોઈ અર્થઘટન કર્યા વગર તેનાથી સાવધ રહેવું. મનની પ્રવૃત્તિઓનું કેવળ નિરીક્ષણ કરવું જ્યારે તમે નિરીક્ષણ સાથે શું કરવું શું ના કરવું? શું લેવું એવી બાબતોનો મનમાં સંગ્રહ કરો કે વિચાર કરો તો આ નિરીક્ષણ અટકી જાય છે જો તમે એ રીતે નિરીક્ષણ કરતા અટકી જતા હો તો તમે મનની પોતાની જીવંત પ્રક્રિયા જેવી પ્રવૃત્તિનો અંત આણો છો. એટલે કે તમારે હકીકતનું જ નિરીક્ષણ કરવું જોઈએ અને એ હકીકતોને તે વાસ્તવિકતા સાથે જે છે તેની સાથે જ હોવી જોઈએ તેવી સમયે મનમાં કોઈ વિચાર સાથે જેવા કે મારે આમ ન જ કરવું જોઈએ અથવા આમ કરવું જ જોઈએ- એ સ્મૃતિના પ્રતિભાવો છે અને તેનાથી જે છે તેની ગતિ અવરોધાય છે રૂંધાય છે અને ત્યારે તે શીખવાની ક્રિયા નથી રહેતી.
સર્જનાત્મક ખાલીપણું
જે રીતે ધરતી બીજને પોતાની અંદર સમાવે છે બિલકુલ તેવી જ રીતે શું તમે આ સાંભળી ન શકો અને એના જોઈ શકો કે મન મુક્ત ખાલી થવા માટે સમર્થ છે કે નહીં ? જ્યારે તે પોતાની બધી જ ગણતરીઓ પ્રવૃત્તિઓને સમજે વારંવાર થતી પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ રોજબરોજની દરેક પળે ચાલતી રહેતી ક્રિયાને સમજે માત્ર ત્યારે જ તે ખાલી રહી શકે તો તમને જવાબ મળશે ત્યારે તમને લાગશે કે તમારા કહ્યા વગર જ પરિવર્તન આપોઆપ થઈ જાય છે તમને સમજાઈ જશે કે સર્જનાત્મક ખાલીપણું હું એક કેળવી શકાય તેવી બાબત નથી તે તો પહેલેથી ત્યાં હોય જ છે તે અજાણપણે આવી જાય છે કોઈ જાતના આમંત્રણ વગર અને કેવળ તે અવસ્થામાં જ નવેસરથી શરૂઆત થઈ શકે નવીનતા આવી શકે ક્રાંતિ સર્જાઈ શકે.
શાંત મન સરળ મન
જ્યારે આપણે સ્વથી સભાન હોઈએ ત્યારે શું જીવનની સમગ્ર ગતિવિધિ’ હું’ ‘અહમ’ને એટલે કે પોતાની જાતને ઉઘાડવાનો રસ્તો હોય છે તેમ નથી લાગતું ? આપણે પોતે જ એક એવી જટિલ પ્રક્રિયા છીએ કે જે માત્ર સંબંધમાં જ ખુલી શકે છે માત્ર રોજિંદી પ્રવૃત્તિઓમાં જ આપણે જે રીતે વાત કરીએ છીએ તેમાં જે રીતે આપણે નિર્ણય લઈએ છીએ કે ગણતરી કરીએ છીએ તેમાં જે રીતે આપણે બીજાને કે ખુદ વખોડીએ છીએ તેમાં એ બધું જ આપણી પોતાની વિચારણા ના અનુબધનો દર્શાવે છે., અને શું આ સમગ્ર પ્રક્રિયાથી સભાન થવું મહત્વનું નથી? ક્ષણે ક્ષણે જે સાચું છે તેના પ્રત્યેની સભાનતા દ્વારા જ જે સમયથી પર છે શાશ્વત છે તેની શોધ થઈ શકે. સ્વ વિશેના જ્ઞાન વગર શાશ્વતની શોધ ન થઈ શકે જ્યારે આપણે સ્વને જવા ન જાણતા હોઈએ ત્યારે એ શાશ્વત એક શબ્દ બની જાય છે મન જેમાં પલાયન કરી શકે તેવી માત્ર એક માન્યતા એ ભ્રમણા બની રહે છે પરંતુ જો મન આ ‘હું’ ને તેની તમામ રોજીંદી વિવિધ પ્રવૃત્તિઓમાં સમજવાની શરૂઆત કરે તો તે સમજવામાં એ અજ્ઞાત કાલાતીત અસ્તિત્વમાં આવે છે. પરંતુ એ કાલાતીત ખુદ વિશે મેળવેલા જ્ઞાનનો બદલો નથી જે શાશ્વત છે તે એમ સહજમાં શોધી મેળવી શકાય નહીં વિચારોથી ધમધમતા મનથી તેને પામી શકાય નહીં જ્યારે મન શાંત હોય ત્યારે જ તે અસ્તિત્વ ધરાવે છે જ્યારે મન સરળ હોય જ્યારે તે સંગ્રહ કરતું નિંદા કરતું કે વખડતું નિર્ણય કરતું ન હોય ત્યારે જ તે શાંત રહી શકે એ તત્વને માત્ર સરળ મન જ સમજી શકે. માહિતી અને જ્ઞાનથી ઠસોઠસ મન એ વાસ્તવિક ને સમજી ન શકે. જે મન વિશ્લેષણ કરતું રહેતું હોય ગણતરી કરતું હોય તે સરળ મન નથી
The book of life માં થી

મલ્ટીપલ બિઝનેસ

January 6th, 2024

મલ્ટીપલ બિઝનેસ એક સાથે કેવી શક્ય છે? એની શ્રેણી માં આગળ ના ભાગ માં આપણે જોયું કે બિઝનેસ ને સમજી ને આગળ વધવું જોઈએ ફકત પૈસા કમાવાની લાલચ માં સમજયા વગર દોડવું ના જોઈએ.તે આપણને ટુંકા સમય માટે જ ફાયદો આપે છે..,ટીમ કઈ રીતે બનાવી એમની સાથે કેવો વ્યવહાર કરવો એ જોયું.હવે થોડું આગળ જોઈએ કે બિઝનેસ માટે મુડી ની જરૂરિયાત ,બીજા બિઝનેસ માટે જગ્યા અને બીજી પણ ઘણી બાબત ધ્યાન માં રાખવી જરૂરી છે.
એક બિઝનેસમેન તરીકે તમે ઘણી સમસ્યાઓનો સામનો કરશો,પરંતુ એ બધાથી સૌથી મોટી સમસ્યા એ છે કે તમારા નવા બિઝનેસ માટે ફંડ ઊભું કરવું.ફંડ વગર બિઝનેસ ચાલુ કરવાની કલ્પના પણ ના કરી શકાય, ફંડ તો બિઝનેસ માટે જીવાદોરી સમાન છે . ઓફિસ કે પ્રોડક્શન ની જગ્યા માટે ના રેન્ટ થી માંડી ને માલસામાન ખરીદવા સુધી દરેક વસ્તુ માટે પૈસા જોઈશે .
કોઈ બિઝનેસ માટે ઇનોવેટિવ આઇડિયા પછી જો કઈ મહત્વ નું હોય તો એ ફંડ છે.એમાં પણ જો તમે એક થી વધુ બિઝનેસ ચલાવતા હોય તો વધારે પૈસા ની જરૂર પડશે. કોઈ પણ બિઝનેસમેન માટે પોતા ના સ્ટાર્ટઅપ માટે ફંડ ઊભું કરવું એ ખુબ અઘરું કામ છે. જો તમે કોઈ બીજો બિઝનેસ શરૂ કરવાનું વિચારો છો તો પેહલા એ ધ્યાન માં રાખવું કે આપણાં પેહલા બિઝનેસ માટે તો પૂરતું ફંડ છે ને.બીજા બિઝનેસ ને લીધે પેહલા બિઝનેસ ને કઈ તકલીફ ના પડે એ ધ્યાન માં રાખવું બને ત્યાં સુધી બઁક માથી કે માર્કેટ માથી લોન લઈ ને ફંડ ઊભું ના કરશો, પેહલા બિઝનેસ માં થયેલા નફા ને બીજા બિઝનેસ માં ફંડ રીતે લઈ શકો છો.
તમે ફંડ માટે બીજા પણ ઓપ્શન વિચારી શકો છો જેમ કે….
જો તમારો પેહલો બિઝનેસ સફળ હશે તો તમે આરામ થી માર્કેટ માં થી ફંડ ઊભું કરી શકશો..તમે રોકાણકારો ને કહી શકો છો,મિત્ર કે સગાં-સબંધી પાસે થી લોન લઈ શકો છો.તમે કોઈ એવી પાર્ટી શોધી શકો છો કે જે તમને ખરીદવા માં ફંડ પૂરું પાડે એ જ બીજી એવી પાર્ટી શોધી શકો જે તમને વેચાણ માટે જરૂરી ફંડ પૂરું પાડે એ રીતે પ્લાનિંગ કરો કે ફંડ પૂરું પાડનાર ને પણ એમનો નફો મળી રહે.તમે પાર્ટનરશીપ માં પણ બીજા બિઝનેસ વિશે વિચારી શકો આ બધા ની વચ્ચે એ ધ્યાન રાખો કે તમે યોગ્ય લોકો અને વિશ્વાસુ લોકો ને જ તમારી બધી બાબતો શેર કરો .હવે આ બધી વાત થઈ ફંડ ની ફંડ મળી જાય પછી વિચારવાનું આવે પ્રોપર જગ્યા નું…
બંને બિઝનેસ ને માટે જો કોઈ સેંટ્રલ જગ્યા રાખીએ તો આપણે બચત કરી શકીએ છીએ .કારણ કે કંપની ના સાધનો બંને બિઝનેસ વચ્ચે વેહચાઇ જશે અને બીજું એ કે બંને બિઝનેસ માટે તમે પ્રોપર ટાઇમ આપી શકશો જેમ કે પ્લાનિંગ ,માનવ સંસાધન નું મેનેજમેંટ ,એડમિન ,HR ,ACCOUNT અને R AND D જેવા ડિપાર્ટમેંટ બંને કંપની માટે સ્ટેટિક છે માટે એ એક સાથે હેન્ડલ કરી શકશો .
એક SERIAL ENTREPRENEUR તરીકે સૌથી મહત્વનું એ છે કે તમે તમારા સમય ને કઈ રીતે બધા કામ માં વેહચો છો.જ્યારે તમે કોઈ કામ ને સમય આપશો તો જ તેની જરૂરિયાત શું છે એની સામે પડકારો કયા ક્યાં છે અને તમને તમારા પ્રોડક્ટ ની માર્કેટ વેલ્યુ ય ખબર પડશે. પરંતુ જયારે આપણે એક થી વધુ બિઝનેસ કરતાં હોઈએ ત્યારે બધા બિઝનેસ અને એની પ્રવૃતિ માં ધ્યાન રાખવું અઘરું બની જાય છે ઘણી વાર એવું પણ થાય કે એક બિઝનેસ માં ધ્યાન રાખવા જતાં બીજા બિઝનેસ માં ધ્યાન ના આપી શકીએ અને અને એના કારણે ખોટ નો સામનો કરવો પડે.તેથી તમારી પાસે એવી ટીમ હોવી પણ જરૂરી છે કે જે તમારા બિઝનેસ ની વસ્તુ ને સરળતા થી હેન્ડલ કરી લે.ટૂંક માં તમારાં બંને બિઝનેસ ને બને એટલુ નજીક રાખો જેથી તમારો સમય બચે અને બંને બિઝનેસ ની ટીમ ને બંને બિઝનેસ ની બાબતો વિશે જાણકારી રે એવું રાખો જેથી ભવિષ્ય માં પણ કોઈ એક ટીમ આઘી પાછી હોય તો તમારું કામ અટકાઈ ના પડે…

જરૂરી શું…? ધર્મનું અતઃકરણ પૂર્વક આચરણ કે બાહ્ય આડંબર

January 6th, 2024

અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અંગેની તારીખ જાહેર થતાની સાથે જ દેશ આખો જાણે રામમય બની ગયો તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં “રામ આયેંગે…!” ગીત ધૂમ મચાવી રહ્યું છે. દેશના વડાપ્રધાને પણ હંસરાજ રઘુવંશીના “જયશ્રી રામ…!” ભજનને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર પોસ્ટ કર્યું છે અને આ અંગેનો ઉલ્લેખ પ્રધાનમંત્રી દ્વારા મન કી બાતના ૧૦૮માં એપિસોડમાં કરવામાં આવેલ કે “વિતેલા કેટલાક દિવસોમાં શ્રી રામ અને અયોધ્યા અંગે ખુબ બધા નવા ગીતો અને ભજનો બનવવામાં આવ્યા છે. મારો અનુરોધ છે કે હેશટેગ શ્રી રામભજન (#ShriRamBhajan)ની સાથે તમે તમારી રચનાઓને સોશિયલ મીડિયા પર શેર કરો.” ક્યાંક વ્યક્તિગત રીતે કોઈ રામ ભક્ત દ્વારા ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરી અયોધ્યા મોકલાવવામાં આવી છે; તો કેટલાક ભક્તો દ્વારા હવન માટે ઘી તથા દર્શનાર્થીઓ માટે પ્રસાદ મોકલાવવામાં આવી રહ્યો છે. કેટલાક ધાર્મિક, સામાજિક અને રાજકીય સંગઠનો સાથે જોડાયેલ કાર્યકર્તાઓ તેમને મળેલ સુચના અનુસાર વિરાટ રેલી, ધર્મસભા, અને “હર ઘર ચલો અભિયાન” થકી ઘરે ઘરે અક્ષત કળશ પૂજન અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ સ્વરૂપે અક્ષત વિતરણ કરી રહ્યા છે. તો “સબકે રામ” વાળા પ્રોફાઈલ પિક્ચર મુકવાના મેસેજ પણ ખુબ ફરી રહ્યા છે. ટૂંકમાં જાણે દેશની પ્રજાને “રામમય” બનાવવાની હોડ લાગી હોય તેવા વાતાવરણનું સર્જન થઇ રહ્યું છે. વ્યક્તિ પોતાની ધાર્મિક લાગણીની અભિવ્યક્તિ તેમાં કશું ખોટું થઇ રહ્યું એવું જરા પણ ન કહી શકીએ. કારણ કે દેશના બંધારણમાં જણાવ્યા અનુસાર જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન હક્ક આપવામાં આવ્યો છે.
આમ બંધારણીય રીતે ભારતમાં દરેક ધર્મના અનુયાયીઓને પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો સમાન હક્ક મળેલ હોઈ, મહદઅંશે આપણે ત્યાં દરેક ધર્મના લોકો ધાર્મિક પ્રસંગો અને ઉત્સવો સમયે રેલી, જુલૂસ કે સભાના માધ્યમો થકી જોરશોરથી પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરતા જોવા મળે છે. પરંતુ આપણે ત્યાં ધર્મનો દેખીતો પ્રચાર પ્રસાર માત્ર ધાર્મિક આગેવાનો પૂરતો સીમિત નથી. રાજકીય નેતાઓ ધર્મના નામે આચરવામાં આવતા આડંબરોમાં સૌથી ઉપરના સ્થાને આવે છે. મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે દરેક રાજકીય પક્ષના પોતાના ધાર્મિક સમીકરણો ગોઠવાયેલા હોય છે. આમ પણ વર્ષોથી ભારતમાં મહદ અંશે ધર્મએ લોકોની આસ્થા અને લાગણી સાથે ચુસ્તપણે જોડાયેલ મુદ્દો રહ્યો છે. આ જ કારણથી આપણે બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ હોવા છતાં પણ વારંવાર ધર્મ, ધર્માંતરણ અને સાંપ્રદાયિકતાના ધુણતા ભૂતનો અહેસાસ કરતા હોઈએ છીએ. રાજનેતાઓ જયારે ધર્મને રાજકીય રંગે રંગીને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે ત્યારે આપણે ધર્મનું અંતઃકરણ પૂર્વક આચરણ કરવાને બદલે તેને રાજકીય રંગના ચશ્માં ચડાવીને મૂલવીએ છીએ. આ સ્થિતિમાં આપણે લાગણીવશ થઈને ધર્મના ખરા મર્મને સમજવાને બદલે ધર્મના નામે ચાલતા દેખાડા અને આડંબરો તરફ વધુ આકર્ષાઈ જઈએ છીએ. ત્યારે અહિયાં એ મંથન કરવું જરૂરી બને છે કે અયોધ્યામાં થનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં જે માહોલ ઉભો થઇ રહ્યો છે તે શું સ્વયંભૂ છે કે કોઈ આપણી ધાર્મિક લાગણીનો ઉપયોગ કરીને તેનો રાજકીય લાભ ખાંટવા માંગે છે? આ પ્રશ્ન એટલા માટે પણ ઉપસ્થિત થાય છે કે દેશમાં અનેક જગ્યાઓ પર એવું પણ બને કે ગામના રામ મંદિરમાં સવાર-સાંજ આરતી સમયે જેટલા લોકો ભેગા થતા ન હોય તેના કરતા વધુ સંખ્યામાં લોકો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આપણા ઘરે ઘરે આવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા હોય…!
હવે એ પણ સમજી લઈએ કે ભારતના બંધારણમાં દર્શાવેલ નાગરિકોના મૂળભૂત હક્કો પૈકી ધર્મ સ્વાતંત્ર્યનો હક્ક દેશના તમામ નાગરિકોને આપવામાં આવેલ છે. ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ રાજ્યનું અનુમોદન કરે છે. જે અનુસાર દેશમાં કોઈ પણ ધર્મને રાજધર્મ માનવામાં આવશે નહિ તથા કોઇ પણ ધર્મને સંરક્ષણ કે પ્રાથમિકતા આપવામાં આવશે નહિ. આમ, ભારતમાં કોઈ માન્ય કે સ્વીકૃત ધર્મ નથી. ૧૯૭૬માં ૪૨માં બંધારણ સંશોધન દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ જોડવામાં આવ્યો છે. ધર્મનિરપેક્ષતા એટલે પંથ, જાતિ, સંપ્રદાયના આધાર પર કોઈ પણ ધર્મના અનુયાયીથી ભેદભાવ ન રાખવો.
આ તમામ સ્થિતિ વચ્ચે આપણા સમાજમાં દરેક ધર્મોમાં ધર્મના નામે કેવા આડંબર ચાલે છે અને ખરેખર ધર્મનું યોગ્ય આચરણ શું હોઈ શકે તે અંગેની યોગ્ય સમજ મેળવવી અને કેળવવી તે સાંપ્રત સમયની માંગ હોય તેમ સમજાય છે. ત્યારે આ અંગે સંત કબીર ધર્મના નામે ચાલતા આડંબર સામે માણસના કર્મ અને નીતિમત્તાને ધર્મ સાથે જોડતા જણાવે છે કે, “पाथर पूजे हरी मिले, तो मै पूजू पहाड़! घर की चक्की कोई न पूजे, जाको पीस खाए संसार !!” “माटी का एक नाग बनाके, पुजे लोग लुगाया! जिंदा नाग जब घर मे निकले, ले लाठी धमकाया !!” ”हिन्दू कहें मोहि राम पियारा, तुर्क कहें रहमाना, आपस में दोउ लड़ी-लड़ी मुए, मरम न कोउ जाना।”
સત્યના માર્ગને ધર્મનું મૂળ તત્વ જણાવતા કબીર કહે છે, “साँच बराबर तप नहीं, झूठ बराबर पाप। जाके हिरदै सांच है, ताकै हृदय आप॥” જ્ઞાતિ, જાતિ, ધર્મ અને સંપ્રદાયોમાં પ્રવર્તમાન અસમાનતા, ભેદભાવ, છૂત-અછૂત જેવા દુષણોનો અયોગ્ય ઠેરવતા કબીરે તે સમયે જણાવ્યું હતું કે, “कबीरा कुंआ एक हैं, पानी भरैं अनेक। बर्तन में ही भेद है, पानी सबमें एक ॥” વધુમાં કબીર જણાવે છે કે ”जाति ना पूछो साधू की, पूछ लीजिये ज्ञान ! मोल करो तलवार का, पड़ा रहन दो म्यान !! ઈશ્વરને આપણે શોધીએ છે ક્યાં અને ઈશ્વર ક્યાં રહેલો છે તે અંગેની સમજ આપતા કબીર જણાવે છે કે, तिल माहि तेल है, ज्यों चकमक में आग । तेरा साईं तुझ ही में है, जाग सके तो जाग । ઈશ્વર, અલ્લાહ અને કુદરતના સર્જનહારને સમજવા અને શોધવાનો રસ્તો સરળ બનાવતા કબીર, પંથીને કહે છે કે,
मोको कहाँ ढूंढे रे बन्दे ,
मैं तो तेरे पास में।
ना मैं तीरथ में, ना मैं मुरत में,
ना एकांत निवास में ।
ना मंदिर में , ना मस्जिद में,
ना काबे , ना कैलाश में।।
ना मैं जप में, ना मैं तप में,
ना बरत ना उपवास में ।।।
ना मैं क्रिया करम में,
ना मैं जोग सन्यास में।।
खोजी हो तो तुरंत मिल जाऊ,
इक पल की तलाश में ।।
कहत कबीर सुनो भई साधू,
मैं तो तेरे पास में बन्दे…
मैं तो तेरे पास में
આશા રાખીએ કે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા માત્ર મંદિર પૂરતી સીમિત ન રહેતા સમગ્ર દેશમાં ખરા અર્થમાં ન્યાયપૂર્ણ શાંતિ સ્વરૂપે રામ રાજ્યની સ્થાપના થાય.

ચાલો નવા વર્ષે માનવીય સંબંધોની નવી રીતે માવજત કરીએ

December 30th, 2023

ઈ.સ. ૨૦૨૪ નું નવું વર્ષ આપણા આંગણે આવીને ઉભું છે ત્યારે આ નવા વર્ષે આપણા જીવનના માનવ સંબંધોને નવા રંગરૂપ આપી નવ પલ્લિત કરવા પ્રયત્ન કરીએ.  

• કુદરતે દરેક વ્યક્તિનું નિર્માણ અન્ય વ્યક્તિ કરતા અલગ જ કર્યું છે તે વાસ્તવિકતાને સ્વીકારવી અને તે વ્યક્તિને તમે ઈચ્છો છો તેમ નહિ પરંતુ તે જેવા છે તેમ જ તમે તેને સ્વીકારી શકશો કે કેમ તે સમજવું.

• સમય, સંજોગ, ઘટના, અનુભવ અને ઉંમરને કારણે વ્યક્તિના વ્યવહાર અને વર્તનમાં ફેરફાર થતા હોય છે. આ અંગે ખુલ્લા મને ચર્ચા કરવી અને આ પ્રકારના બદલાવને સ્વીકારવા.

• કોઈ વ્યક્તિ સાથે તમારે ગાઢ સંબંધ હોવા છતાં તમારે તે વ્યક્તિથી કોઈ કાર્ય છુપાવીને કરવું પડે તેવી સ્થિતિમાં સમજવું કે તે સંબંધમાં ક્યાંક તકલીફ છે. આ અંગે બંને પક્ષેથી વહેલી તકે ખુલ્લા મને ચર્ચા કરી લેવી.

• સંબંધોમાં તકલીફ સમયે કોઈ ઈશ્વરીય તત્વ તમારી સામે પ્રગટ થઈને સમસ્યાનું સમાધાન કરવા આવવનું નથી. આપણે માનતા હોઈ છે જે વ્યક્તિ સાથે તકલીફ થઇ છે, તેની આંખો ખુલશે ત્યારે તેને સમજાશે પરંતુ તેવું કઈ હોતું નથી માટે જે વ્યક્તિ સાથે જે કારણથી તકલીફ થઇ હોઈ તે અંગે તેની જ સાથે ખુલ્લા મને ચર્ચા કરી લેવી જોઈએ.

• સંબંધોમાં તકલીફ થાય ત્યારે આક્ષેપો-પ્રતિ આક્ષેપો ટાળવા. સંભળાવી દેવું, બતાવી દેવું, જોઈ લઈશ પ્રકારની વૃત્તિ અપનાવવાથી તકલીફ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે.

• ક્રોધ આવવો તે સહજ છે પરંતુ સંબંધોની માવજત માટે ક્રોધનું યોગ્ય વ્યવસ્થાપન ખુબ જ અનિવાર્ય છે.

• વર્ષો સુધી એકબીજાની સાથે રહ્યા બાદ આપણે કોઈ ઘટના ઘટિત થવાને કારણે એવું કહેતા હોઈએ છે કે તમે કેવા છો તે અંગેની સાચી ઓળખ તો મને હવે થઇ અથવા તમારો સાચો ચહેરો હવે બહાર આવ્યો ત્યારે એવું સમજવું કે આ શબ્દો સાંભળ્યા બાદ સામે પક્ષે પણ મહદ્દ અંશે આ જ લાગણીની અનુભૂતિ થતી હોઈ છે. માટે, ક્રોધ કે તકલીફ કારક સ્થિતિમાં વાણી વૈભવ ક્યાંક વાણી વિલાસ ન બની જાય તેની ખુબ જ ઝીણવટભરી રીતે કાળજી રાખવી.

• કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. માટે હું કોઈ એક વ્યક્તિ સાથેના સંબંધોમાં કઈ બાબતો કેટલા અંશે ચલાવી લઈશ અને કઈ બાબતો સાથે બાંધછોડ નહિ કરું તે અંગેની લક્ષ્મણ રેખા નક્કી કરી લેવી અને આ અંગે બંને પક્ષે ચર્ચા કરી લેવી.

• પ્રમાણિકતા, વિશ્વાસ, અને સાતત્યપૂર્ણ સત્ય સંબંધોની ઈમારતના પાયા છે. તે જેટલા મજબૂત તેટલો સંબંધ મજબૂત.

• એક વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથેનો સંબંધ વ્યક્તિને મજબૂત બનાવતો હોવો જોઈએ મજબૂર નહિ.

• સંબંધોમાં મતભેદને અવકાશ છે મનભેદને નહિ તે સમજવું.

• કોઈ પણ વ્યક્તિ સાથે પરાણે સંબંધ રાખવા માટેનું દબાણ ન કરવું.

• દરેકને પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા વહાલી હોય છે. માટે કોઈની સ્વતંત્રતાને આંચકી લેવાનો પ્રયત્ન ન કરવો.

• કોઈ એક વ્યક્તિ સાથે તમારા સંબંધોમાં તકલીફ થયા પછી પ્રયત્ન કર્યા બાદ પણ તે સંબંધ ફરી યોગ્ય રીતે અસ્તિત્વમાં ન આવે ત્યારે સામેની વ્યક્તિ તમારા માટે દુશ્મન ન બનવી જોઈએ. તેની સાથે નફરત ન રાખવી જોઈએ. 

• ભૂલને સ્વીકારતા શીખવું અને તેનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવી.

• સંબંધ અને વ્યક્તિ બંનેને સમયની જરૂર છે. તે આપો, ધીરજ ધરો, ઉતાવળ ન કરશો. 

• સંબંધોમાં સંઘર્ષને બદલે સહકારને વધુ મહત્વ આપવું. 

• યોગ્ય લાગે તો માફી માંગી લેવી અને માફ કરી પણ દેવા. 

આ તમામ બાબતોને કોઈ એક સંબંધના નામ સાથે ન જોડતા એક માનવના બીજા માનવ સાથેના સંબંધને ધ્યાને રાખીને જોવી અને સમજવી. 

અંતમાં, ખલીલ જિબ્રાનના શબ્દો, “साथ होने के लिए हंमेशा नजदीक होने की ज़रूरत नहीं है”

મલ્ટીપલ બિઝનેસ

December 30th, 2023

મલ્ટીપલ બિઝનેસ એક સાથે કેવી શક્ય છે? એની શ્રેણી માં આગળ ના ભાગ માં આપણે જોયું કે કેવી રીતે લિસ્ટ બનાવવું અને એને અનુસરવું જે આપણા બિઝનેસ ને નવી ઉંચાઇ પર લઈ જાય.
હવે આપણે શ્રેણી ને આગળ વધારીએ જેમાં આપણે જોઈશું કે બિઝનેસ ને સમજી ને આગળ વધવું જોઈએ ફકત પૈસા કમાવાની લાલચ માં સમજયા વગર દોડવું ના જોઈએ.તે આપણને ટુંકા સમય માટે જ ફાયદો આપે છે..
બિઝનેસ ને સમજી ને આગળ વધવું જોઈએ ફકત પૈસા કમાવાની લાલચ માં સમજયા વગર દોડવું ના જોઈએ.તે આપણને ટુંકા સમય માટે જ ફાયદો આપે છે..
જ્યારે આપણે એકસાથે બે જગ્યાએ પગ મૂકવાની કોશિશ કરીએ છીએ ત્યારે સંતુલન જાળવી શકતા નથી અને પડીએ છીએ.માટે એક કંપનીને પ્રોપર સેટ કર્યા પછી જ બીજી કંપની માટે વિચારવું જોઈએ.અને જ્યારે બીજી કંપની માટે વિચારીએ ત્યારે પહેલા બિઝનેસમાં અનુભવેલી તકલીફો, ભૂલો અને બાકીની તમામ બાબતો નોંધવી જોઈએ. તમારા પહેલા બિઝનેસનાં બધાં જ પાસાંઓને ઉત્તમ બનાવ્યા બાદ જ બિઝનેસ અને તમે પોતાના વર્કલોડને બમણો ક૨વાનું વિચારી શકો છો. જ્યારે તમે બીજો બિઝનેસ શરૂ કરો ત્યારે પહેલા નાના – નાના ગોલ બનાવો જેમ કે મહિના માટે એ હાંસલ થાય પછી ત્રણ મહિના માટે પછી વર્ષ માટે ગોલ બનાવો. જો તમે આ બધુંસફળતાપૂર્વક પાર પાડી શકો તો એમ કહી શકાય કે બિઝનેસ પ્રોપર વે માં ચાલે છે.
એક કંપનીને પ્રોપર સેટ કર્યા વગર જ બીજો બિઝનેસ શરૂ કરશો તો ઘણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે અને કદાચ પરિસ્થિતી તમારા હાથ માં ના પણ રહે માટે પ્રોપર વે માં અને સિસ્ટમ થી જ ચાલવું જોઈએ.યોગ્ય સિસ્ટમ હશે તો એક થી વધુ બિઝનેસ ચલાવામાં પણ વાંધો નહીં આવે.
ધારો કે તમે બે બિઝનેસ સાથે સંકળાયેલા હો તો એ બન્ને બિઝનેસની કામગીરી અને બન્નેના આઇડિયા અલગ-અલગ હોવાના જ. બન્ને બિઝનેસના ટાર્ગેટ કસ્ટમ૨ પણ અલગ જ હશે . પરંતુ આપણે બિઝનેસ બિલ્ડિંગનાં ઘણાં પાસાંઓને સુધાર્યાં છે જેનાથી એકસાથે બન્ને બિઝનેસને સંલગ્ન પ્રોજેક્ટ્સ લઈ શકાય. બન્નેનું સેલ્સ અને માર્કેટિંગ, બન્ને માટે સમાન ઑનલાઇન પ્લૅટફૉર્મ વગેરે એકસાથે કરી શકીએ છીએ. એક બિઝનેસ માટે તો પહેલેથી જ આપણે આ બધી વસ્તુ ઓ રાખેલી છે તો બીજા બિઝનેસ વખતે બધું ફરીથી કરવું નહીં પડે અને આપણે ઓછા સમય ની અંદર આપણા બીજા બિઝનેસને ઊભો કરી શકીશું આપણો પહેલો બિઝનેસ જ બાકીના બધા બિઝનેસ માટે બેંચમાર્ક છે એટલે આપણે ઓછા સમય અને ઓછી મહેનતે વધુ પરિણામ મેળવી શકીશું જો તમે કોઈ અલગ અલગ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ ચલાવતા હો તો પણ બન્નેમાં કંઈક ને કંઈક સમાનતા તો શોધી જ શકશો. પછી તમે તમારી આઉટસોર્સ ટીમને એ કામ આપી શકો છો અને એના માટે કોઈ નવી ટીમ બનાવવાની જરૂર નથી.
હવે બીજું મહત્વ નું એ છે કે તમારામાં એક ઉત્તમ લીડરની ગુણવત્તા હોય તો એક મજબૂત અને અસરકારક ટીમના સંગઠનની આવશ્યકતા વધી જાય છે. તમને ટીમ પાસે થી કામ લેતા આવડવું જોઈએ. આજના સ્પર્ધાત્મક માર્કેટમાં તમારો બિઝનેસ કઈ રીતે પ્રતિસ્પર્ધીઓની સમક્ષ ટકી શકે એ જોવાની ફ૨જ દરેક ટીમ- મેમ્બરની હોવી જોઈએ. બધાની પહેલી પ્રાથમિકતા તો બિઝનેસ-ગ્રોથ જ હોવી જોઈએ. સાઉથ વેસ્ટ દ્વારા જ્યારે એલન મસ્કને પૂછવામાં આવ્યું કે ટેસ્લા અને સ્પેસX વચ્ચે તે પોતાનો સમય કઈ રીતે મૅનેજ કરે છે? તો તેમનો જવાબ એ હતો કે “હું મારો મોટા ભાગનો સમય ડિઝાઇન પાછળ જ આપું છું.” બધી જ વસ્તુઓ જાતે ક૨વાને બદલે મસ્ક પોતાની ટીમ ૫૨ ભરોસો કરી તેમની વચ્ચે કામની વહેંચણી કરે છે. ટેસ્લા અને સ્પેસના બિઝનેસ અને ઑપરેશનના અધિકારીઓને તેણે બિઝનેસ સંભાળવાની જવાબદારી સોંપી દીધી છે. વધુમાં એલન મસ્ક કહે છે કે “મારું કામ તો ફક્ત એવું વાતાવરણ ઊભું ક૨વાનું છે જેમાં એ લોકોની સ્કિલ ઊભરાઈને બહાર આવે.” જો તમે ઉત્તમ ટીમથી ઘેરાયેલા હશો તો તમારો વર્કલોડ પણ ઓછો થશે
કેટલાક મહત્વ ના પરિબળો ધ્યાન માં રાખી ને તમે ટીમ બનાવી શકો છે જેમ કે…
• એવા કર્મચારીઓની પસંદગી કરો જેમની આવડત તમારા બિઝનેસ સાથે જોડાયેલ હોય.તમારા બિઝનેસ વિશે જાણકારી હોય જે તમારા બિઝનેસ ને આગળ લઈ જવા માં મદદરૂપ થાય.
• જવાબદારીને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી દો એટલે કોઈના મગજમાં કામ માટે કોઈ પણ પ્રકારની ગૂંચવણ ન રહે.
• હંમેશાં દરેક કર્મચારીની સ્કિલ વિકસતી રહે અને તે હંમેશાં કંઈ ને કંઈ શીખતો રહે એવું ઑફિસ કલ્ચર બનાવો
અને મજબૂત ટીમ મેળવવા માટે તમારા માં પણ ગુણ હોવા જોઈએ તમને ઉતમ લીડર બનતા આવડવું જોઈએ. તમારી ટીમના દરેક મેમ્બરને આદરભાવથી બોલાવો અને તેમને હંમેશાં પ્રોત્સાહન આપતા રહો તેમની સાથે એવી રીતે વર્તન કરો કે તમારું જીવન એ લોકો પર જ આધારિત હોય. ખરેખર તમારો બિઝનેસ એ લોકો પર જ આધાર રાખે છે.તમે તેમની સાથે બોસ બની ને ના રહો તેમની સાથે મિત્રતા કેળવવાની કોશિસ કરો એ લોકો ના મન માં સામે થી જ કામ કરવાની ને તમારા બિઝનેસ ને આગળ વધારવાની લગન લાગે , હા જરૂર પડે ત્યાં કડક વલણ અપનાવો પણ બને ત્યાં સુધી શાંતિ અને પ્રેમ થી કામ થાય એવું કરો.

તમારું લક્ષ્ય હંમેશા જાળવી રાખો.

December 30th, 2023

” તમારા જેવા સપના ઈચ્છા અને મહત્વકાંક્ષા ધરાવતા લોકો સાથે રહો એ લોકો તમને આગળ વધવામાં સમર્થન કરવામાં તથા સફળ થવામાં ચોક્કસ મદદરૂપ થશે….” તમારી મહત્વાકાંક્ષાઓને ટકાવી રાખવાનો એક સરળ રસ્તો એ છે કે નાની-નાની ઉપલબ્ધિઓથી સંતુષ્ટ ન થવું જોઈએ. તમારું ઊંચું લક્ષ હંમેશા જાળવી રાખો અને નાની નાની જીતથી ભરમાશો નહીં. જો તમે સહેલાઈથી સંતોષ માની લેશો, તો તમે સતત પરિશ્રમ કરવાની ઈચ્છા ગુમાવી દેશો માટે વધુ ઉચ્ચ અને બહેતર મેળવવા માટેની ભૂખ જાળવી રાખો. તે ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે ખુશ થવાનું બંધ કરશો. આમ તમે જ્યારે કોઈ એક લક્ષ્ય મેળવી લો ત્યારબાદ તેની ઉજવણી કરો, અને ફરી પાછા તરત જ કોઈ નવું લક્ષ નક્કી કરીને તે માટે તરત જ સક્રિય થઈ જાઓ. નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારા જેવી જ વિચાર શૈલી ધરાવતા વ્યક્તિઓને શોધી કાઢો. કોઈ ઓનલાઇન ગ્રુપ કે સમાજ સાથે જોડાઓ, કોઈને મળો, સેમિનારમાં હાજરી આપો, પુસ્તકો વાંચ્યો અથવા કોઈ પુસ્તક ક્લબમાં જ્યારે તમે સક્રિય રીતે તમારા જેવા જ લક્ષ્યો ધરાવતા વ્યક્તિઓને શોધવાનો પ્રયત્ન કરું છું તેનાથી તમને આગળ વધવાનો ઉત્સાહ મળે છે અને તમારા કરતાં વધુ ઉચ્ચ નકશો સાથે જોડાઓ છો. તમારી જાતને ખોટા લાડ લગાવીને વિલંબ ન કરશો કોઈ ખાસ કામ કરવા માટે કોઈ ખાસ સમયની રાહ ન જોશો તે તમને વધુ આળસુ અને સ્થિર બનાવશે તેના બદલે પ્રતિબંધનો તમારા કાર્યોને કરવા માટેની યાદી બનાવો અને ચુસ્તપણે તેને અનુસરો ભલે તમારા જીવનમાં કોઈપણ ઉથલપાથલ ચાલતી હોય દાખલા તરીકે રોજ સવારે કસરત કરવા માટે વહેલા ઉઠી જાઓ ભલે ગમે તે સંજોગો હોય “શિસ્ત વગર વિકાસ ક્યારેય થઈ શકતો નથી”. તમારી મહત્વકાંક્ષા માટે જરૂરી કૌશલ્ય ઉપર પકડ મેળવી નવું જોબ મેળવો. દર અઠવાડિયે એક નવું કૌશલ્ય શીખવા માટેની પ્રતિબંધ હતા કેળવો. તમે જેવા કોઈ કૌશલ્ય ઉપર પકડ મેળવશો અને લોકો તેને ઓળખશે તમે તમારી મહંતવાકાંક્ષાઓને નવજીવન આપી શકશો તમારા કૌશલ્યની ઓળખ તમને વધુ પ્રોત્સાહન પૂરું પાડશે. લક્ષ પ્રાપ્તિ માટે સૌથી મહત્વની વાત એ છે કે એવા સ્થળે ન રહો જ્યાં તમે બાકીનાઓ કરતા સૌથી વધુ ભણેલી વ્યક્તિ હોય. તમે કોઈપણ જગ્યાએ સૌથી વધુ હોશિયાર ન હોવા જોઈએ જો આવું થાય તો તમારે સમજી લેવું કે પોતાના વ્યક્તિત્વ અને વ્યવસાયના વિકાસ માટે એક વધારે મોટી અને સારી જગ્યાએ જવાનો સમય આવી ગયો છે.યાદ રાખશો “સફળતા સુધી પહોંચવા માટે નિષ્ફળતાના રોડ પરથી હંમેશા પસાર થવું પડતું હોય છે”

આપણે શા માટે અનુસરીએ છીએ ? – જે.કૃષ્ણ મૂર્તિ

December 30th, 2023

આપણે શા માટે અનુસરીએ છીએ, શા માટે આપણે સ્વીકારી લઈએ છીએ ? આપણે બીજાના આધિપત્ય નીચે, તેના દોરવાયા દોરવાઈએ છીએ, બીજાના અનુભવો થી દોરવાઈએ છીએ અને ત્યાર બાદ તેને શંકાની દ્રષ્ટિથી જોઈએ છીએ; કોઈ આપણને દોરે એવા આધિપત્યની શોધ અને ત્યાર બાદ આવનારી અનુસરણ કરવાની બાબતો ભ્રમ દૂર કરે તેવી બાબતો મોટા ભાગના લોકો માટે પીડા આપે તેવી પ્રક્રિયા છે. આપણે એક વાર જેનું આધિપત્ય સ્વીકાર્યું હોય તે વ્યક્તિ ઉપર તે નેતા કે તે શિક્ષક ઉપર જ આપણે દોષારોપણ કરીએ છીએ, તેની ટીકા કરીએ છીએ, પરંતુ આપણે આપણા ઉપર પોતાનું આધિપત્ય ધરાવે તેવી વ્યક્તિની, આપણને દોરે તેવી વ્યક્તિ માટેની આપણી શોધ અને ઘેલછાને તપાસતા નથી. એક વાર આપણે આપણી આ ઘેલછાને સમજી લઈએ તો આપણે આપણી શંકાનું મહત્વ કેટલું છે તે સમજાઈ જશે.
સદ્દગુણને કોઈ આધિપત્ય નથી હોતું
શું મન આધિપત્ય થી મુક્ત થઈ શકે ? તેનો અર્થ એ છે કે જો તે ભયથી મુકત થઇ શકે, તો તેને કોઈનું અનુસરણ કરવાની જરૂર રહે નહીં ;જો એમ થાયતો તેને અનુકરણ પણ કરવું ન પડે, કારણકે અનુકરણ કરવું એ યાંત્રિક બની જાય છે, તે સદ્દગુણ નથી રહેતો. છેવટે સદ્દગુણએ સારાની પુનરૂક્તિ નથી. સદગુણ તો એવું કાંઈક છેકે જે દરેક ક્ષણે ક્ષણે હોવું જોઈએ, નમ્રતાની જેમ. નમ્રતા કેળવી ન શકાય અને જે મન નમ્રતાની ન ધરાવતું હોય તે શીખવા માટે સક્ષમ નથી આમ સદ્દગુણ ઉપર કોઈનું આધિપત્ય નથી.સામાજિક નૈતિકતા એ નૈતિકતા છે જ નહીં, તે અનૈતિક છે કારણકે હરીફાઈ, લોભ – મહત્વકાંક્ષા યોગ્ય છે એવું સ્વીકારે છે. એટલે જ સમાજ અનૈતિકતાને પ્રોત્સાહન આપે છે. સદ્દગુણતો નૈતિકતાથી પણ ચડિયાતી બાબત છે. સદ્દગુણ વગર વ્યવસ્થા ન જળવાય અને આ વ્યવસ્થા કોઈ નિયત માળખા મુજબ ન હોય કોઈ સૂત્ર મુજબ ન હોય . જે મન કોઈ નક્કી કરેલ સૂત્ર પ્રમાણે સદ્દગુણ પ્રાપ્ત કરવા પોતાને તૈયાર કરે ત્યારે ત્યારે તે પોતાને માટે અનૈતિકતા ની સમસ્યા ઉભી કરે છે. જયારે મન હક્કીકતમાં સદ્દગુણ શું છે, તે સમજવા માંગતું હોય ત્યારે નિસર્ગના નિયમ થી પર મન જે બાહ્ય આધિપત્યને કલ્પના થી ઇશ્વર નૈતિક વગેરે જેવી બાબતોને ભૌતિક સ્વરૂપ આપે છે. ત્યારે તે વિનાશક બની જાય છે. આપણા ઉપર આપણું પોતાનું પણ, આધિપત્ય હોય છે જે આપણા અનુભવ, જ્ઞાન વગેરેના સ્વરૂપનું હોય છે. અને આપણે તેને અનુસરવાનો પ્રયત્ન કરી એ છીએ. આનું સતત પુનરાવર્તન થયા જ કરે છે તે આપણે સહુ જાણીએ છીએ. વ્યવસ્થા જાળવવા પોલીસના આધિપત્ય જે, નિયમોના આધિપત્ય જેવું નથી; છતાં બધા જ ધરાવે છે તેવું માનસિક આધિપત્ય પણ સદ્દગુણ માટે વિનાશક બને છે કારણકે સદ્દગુણ એવું કાંઈક છે જે જીવંત છે, ગતિશીલ છે. જે રીતે તમે, નમ્રતાને કેળવી નથી શકતા, જે રીતે તમે, પ્રેમને કેળવી નથી શકતા, તે જ પ્રમાણે સદ્દગુણ પણ કેળવી નથી શકતો અને તેમાં જ તેનું પરમ સૌંદર્ય છુપાયેલું છે. આ સદ્દગુણ યાંત્રિક નથી અને સદગુણ વગર સ્પષ્ટ વિચારધારાનો કોઈ આધાર જ રહેતો નથી.
જુનવાણી મન આધિપત્યની અસર હેઠળ હોય છે.
ત્યારે સમસ્યા એ છે કે જે મન નો વિકાસ અસંખ્ય સંપ્રદાયો, ધર્મો અને અંધશ્રદ્ધા ભય અને પૂર્વ સંસ્કારોના બંધનોમાં જકડાઈને થયો છે તેને માટે આ કોચલાને તોડીને એક નવા મન તરીકે બહાર આવવું શક્ય છે ? જુનવાણી મન અનિવાર્ય પણે કોઈના આધિપત્યની ઊંડી અસર હેઠળ હોય છે . આધિપત્ય શબ્દનો ઉપયોગ કાયદાકીય અર્થમાં નથી કરતો પરંતુ બાહ્ય પણે કે આંતરિક પણે પરંપરાનું આધિપત્ય, જ્ઞાનનું આધિપત્ય, અનુભવનું આધિપત્ય, આ સમાજમાં સલામતી શોધવી અને એ સલામતીમાં રહેવાનું આધિપત્ય, કારણકે છેવટે તો મન એવા સ્થળની શોધમાં રહેતું હોય છે કે જ્યાં તે સલામત અને કોઈ ની દખલગીરી વગર રહી શકે આનું આધિપત્ય કદાચ પોતાના દ્વારા ખુદ ઉપર લાદેલુ પોતાના વિચારોનું કે તથાકથિત ધાર્મિક ઇશ્વર ની કલ્પનાનું આધિપત્ય હોઈ શકે ધાર્મિક વ્યક્તિ માટે જેમાં કોઈ વાસ્તવિકતા નથી, વિચાર હકીકત નથી, તે કલ્પના છે. ઇશ્વર માની લીધેલી કલ્પના છે. તમે કદાચ તેમાં માનતા હો તેમ છતાં તે કલ્પના છે. પરંતુ ઇશ્વરને પામવા માટે તમારે એ કલ્પનાને સંપૂર્ણ પણે છોડી દેવી જોઈએ. કારણકે જુનવાણી મન ભયભીત મન છે, તે મહત્વકાંક્ષી છે. અને મુત્યુથી હંમેશા ભયભીત છે. તે સભાનપણે અભાનપણે હંમેશા અમર અને સલામત કેમ રહેવાયતે જ શોધે છે.
શરૂઆત થી જ મુક્ત
કોઈ ને દોરવાની કે કોઈ દ્વારા દોરવાની ઈચ્છાના આવેગને જો આપણે સમજી શકીએ તો કદાચ આપણે દોરવાણીની આ પાંગળી કરી હતી અસરોથી મુકત થઇ શકીએ આપણને નિશ્ચિતતાની અસર બનવાની, સાચા હોવાની સફળ થવાની, જાણવાની ઘેલછા હોય છે. અને તે આપણી આસપાસ આંતરિક પણે વ્યકતિગત અનુભવના આધિપત્યને સર્જે છે. અને બાહ્ય પણે તે સમાજનું, કુટુંબનું, ધર્મનું આધિપત્ય સ્થાપે છે. પરંતુ આધિપત્યને અવગણવું કે તેના બાહ્ય પ્રતીકોને ખંખેરવાએ તો નજીવી બાબત છે.
એક પરંપરા છોડીને બીજી પરંપરાને અપનાવવી એક નેતાને છોડીને બીજા નેતાની પાછળ જવું એ બધા ઉપરછલ્લા પ્રયત્નો છે. જો આપણે આધિપત્યની સમગ્ર પ્રક્રિયા જાણવી હોય અને તેને બારીકાઈથી સમજવી હોય તેમજ આપણે અમર થવાની આપણી ઈચ્છા છોડી આગળ જવું હોય તો આપણા જીવનમાં પુષ્કળ સભાનતા અને અન્તદ્રષ્ટિ હોવા જોઈએ આપણે અંતે નહીં પણ શરૂઆત થી જ મુક્ત હોવા જોઈએ.
અજ્ઞાન માંથી અને દુઃખમાંથી મુક્તિ
આપણે આશા અને ભય સાથે સંભાળીએ છીએ.આપણે બીજાનો પ્રકાશ શોધીએ છીએ પરંતુ આપણે તે સમજી શકી એ તેટલા જાગરૂક અને શાંત હોતા નથી.એવી મુક્ત વ્યક્તિ આપણી ઈચ્છાઓ પુરી કરી શકે તેવી શક્તિની શોધ કરતા રહીએ છીએ. આપણી મોટાભાગની ઈચ્છાઓ સંતોષ મેળવવાની હોય છે. જે કોઈ મુક્ત છે તેમને કેવી રીતે ઓળખવા એ જાણવું મહત્વનું નથી પરંતુ પોતાની જાતને કેવી રીતે સમજાવી તે મહત્વનું છે કોઈપણ અધિકૃત સત્તા કે વ્યકતિ અહીં અત્યારે કે પછી તેમને તમારા વિષેનું જ્ઞાન આપી શકે નહિ. અને સ્વજ્ઞાન વગર અજ્ઞાન અને દુઃખમાંથી મક્તિ ન મળે.
( ધ બુક ઓફ લાઈફ માંથી )

( વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિશેષ વાંચન )
શીખવાની ક્રિયામાં ભૂતકાળ નથી.
જે. કૃષ્ણ મૂર્તિ

December 23rd, 2023

ડહાપણ એ એવું કાંઈક છે. જેને દરેકે પોતાની રીતે શોધવું પડે છે, અને તે જ્ઞાનનું પરિણામ નથી. જ્ઞાન અને ડહાપણ એક સરખા નથી. સ્વજ્ઞાનની પરિપક્વતા હોય ત્યારે ડહાપણ આવે છે. ખુદ ને જાણ્યા વગર જીવનમાં સુવ્યવસ્થા આવી શકે નહીં અને તેથી તેમાં સદ્દગુણ નથી.
હવે, ખુદ પોતાને વિષે જાણવું અને પોતાને વિષે જ્ઞાનનો સંગ્રહ કરવો એ બે અલગ બાબતો છે. જે મન જ્ઞાન પ્રાપ્ત કરતું હોય તે ક્યારેય શીખતું નથી હોતું. તે જે કરે છે તે આવું કંઇક હોય છે. તે જાતે ખુદ વિષેના જ્ઞાન તરીકે, અનુભવ તરીકે માહિતી એકત્રિત કરે છે અને તેને જે કાંઈ સંગ્રહિત કર્યું હોય છે તેના આધારે તે અનુભવે છે, શીખે છે અને તેથી ખરેખર તો તે કયારેય શીખતું નથી હોતું , તે હંમેશા જાણતું અને પ્રાપ્ત કરતું જ રહે છે.
શીખવાનું હંમેશા ચાલુ જ રહે છે. તે વર્તમાનમાં સક્રિય હોય છે; તેને ભૂતકાળ નથી. જે ક્ષણે તમે તમારી જાત ને એમ કહો છો,’ મેં શીખી લીધું છે.’ ત્યારે તે સંગ્રહિત જ્ઞાન બની ચૂક્યું હોય છે અને એ જ્ઞાનના આધારે તમે સંગ્રહ કરી શકો ફરી થી કહી શકો, પરંતુ તમે નવું શીખી ન શકો. જે મન માત્ર જ્ઞાન મેળવતું ના હોય પરંતુ હંમેશા શીખતું રહેતું હોય તે જ મન ખુદ ને વિશે, મારા બંધારણ વિશે, મારી પ્રકૃતિ વિશે મારા સમગ્ર અસ્તિત્વના મહત્વ વિષે જાણવું જોઈએ, પરંતુ હું એવું કશું મારા પૂર્વજ્ઞાનના કે અનુભવના બોજ હેઠળ દબાયેલા અનુબંધિત મન થી કરી ન શકું, કારણ કે હું શીખતો નથી, હું કેવળ અર્થઘટન કરું છું, એ જ વાત હું ફરીવાર કહું છું-રટણ કરું છું. હું ભૂતકાળનાં વાદળ વડે ધૂંધળી થઇ ગયેલી આંખ થી ધૂંધળું જોઉં છું.
કોઈનું આધિપત્ય આપણી શીખવાની ક્રિયાને અટકાવે છે.
સામાન્ય રીતે આપણે અભ્યાસ દ્વારા, પુસ્તકો દ્વારા, અનુભવ દ્વારા અથવા કોઈની સૂચના કે સલાહ – સૂચન દ્વારા શીખીએ છીએ. શીખવા માટેની આ સામાન્ય પદ્ધતિઓ છે. આપણે શું કરવું, શું ન કરવું, શું વિચારવું ? શું ન વિચારવું ? કેવી રીતે સંવેદના અનુભવવી, કેવી પ્રતિક્રિયા દર્શાવવી એ બધું આપણે સ્મૃતિ ને હવાલે કરી દીધું છે. અનુભવ દ્વારા, અભયાસ દ્વારા, વિશ્લેષણ દ્વારા, ઝીણવટથી તપાસ કરીને આત્મ નિરીક્ષણ દ્વારા આપણે સ્મૃતિના સ્વરૂપે જ્ઞાનનો સંગ્રહ કરીએ છીએ;અને ત્યાર બાદ એ સ્મૃતિ અન્ય પડકારો અને જરૂરીઆતોની સામે, પ્રતિક્રિયા દર્શાવે છે, તેમાંથી વધારે શીખવાનું … જે શીખવામાં આવે છે તે સ્મૃતિમાં જે સંગ્રહિત જ્ઞાન છે. તેમાંથી આવે છે, અને જયારે પડકારનો સામનો કરવામાં આવે અથવા જયારે આપણે કંઈ પણ કરવાનું હોય ત્યારે તે જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે .
હવે, હું વિચારું છું કે, શીખવા માટેની આ સિવાયની એક તદ્દ્ન નવી રીત પણ છે; અને હું તેને વિષે વાત કરવાનો છું; પરંતુ તેને સમજવા માટે અને તેને તદ્દ્ન જુદી રીતે શીખવા માટે તમારું કોઈ પણ આધિપત્ય થી સંપૂર્ણ પણે મુકત હોવું જરૂરી છે. નહીં તો કોઈ દ્વારા તમને સૂચના આપવામાં આવ્યા કરશે અને તમે જે સાંભળ્યું હોય તેનું પુનરાવર્તન કાર્ય કરશો. તેથી આધિપત્યના સ્વારૂપને સમજવું બહુ જરૂરી છે. આધિપત્ય શીખવાનું અટકાવે છે. શીખવાની ક્રિયા એ જ્ઞાનને સ્મૃતિ તરીકે સંગ્રહ કરવાની ક્રિયા નથી જે સ્મૃતિ તરીકેના જ્ઞાનના સંગ્રહ માંથી સ્મૃતિ હંમેશા નિયત માળખા મુજબની પ્રતિક્રિયા દર્શાવે છે. તેમાં શીખવાની ક્રિયા નથી ; તેમાં મુક્તિ નથી. જે માણસ જ્ઞાન અને સૂચનાઓના બોજ હેઠળ દબાયેલો હોય, તો કયારેય મુક્ત નથી હોતો, ભલે તે સહુથી મોટો, અસાધારણ વિદ્રત્તા ધરાવતો હોય પરંતુ તેના જ્ઞાનનો સંગ્રહ તેને મુકત થવા દેતો નથી. તેથી તે શીખવા માટે અસમર્થ છે.
વિનાશ કરવો એટલે સર્જન કરવું
મુકત થવા માટે તમારે તમારા પર બીજા કોઈના આધિપત્યના કંકાસને તપાસવો પડે. એ ગંદી વસ્તુના ટુકડે ટુકડા કરીને તેનાં સમગ્ર માળખાને નવા તપાસવું પડે. અને તેમ કરવા માટે શારીરિક શક્તિની અને સાથોસાથ માનસિક શક્તિની પણ જરૂર પડે. પરંતુ જયારે આપણે વિરોધ કરતા હોઈએ ત્યારે તે શક્તિ વેડફાય છે, નષ્ટ થાય છે…. તેથી જયારે વિરોધની સમગ્ર પ્રક્રિયાને સમજવામાં આવે ત્યારે વિરોધનો અંત આવે છે અને ત્યારે શક્તિ પુષ્કળ પ્રમાણમાં બચે છે ત્યારે જ તમે આગળ વધી શકો; જેનો કોઈ અર્થ નથી એવું સદીઓથી જે મકાન તમે બાંધ્યુ છે. તેને જમીન દોસ્ત કરવા માટે આગળ વધી શકો.
તમે જાણો છો નાશ કરવો એ સર્જન કરવા બરાબર છે. તેથી આપણે નાશ કરવો જ જોઈએ , મકાનો નહીં, સામાજિક કે આર્થિક પદ્ધતિ નો નહીં – એ તો રોજ ની વાત છે, પરંતુ માનસિક પણે એ અચેતન અને સચેતન મનની સુરક્ષાની ભાવનાનો નાશ કરવો જોઈએ. તમે તર્ક સંગત, વ્યકતિગત, ઊંડે ઊંડે ભીતર માં અને ઉપર છેલ્લા સ્તરે જે સલામતી રચી છે.તેનો નાશ કરવાની વાત છે. આપણે એ બધાનો નાશ કરી ને બિલ્કુલ અસુરક્ષિત થવું જોઈએ. કારણ કે પ્રેમ કરવા માટે અને આપણામાં સ્નેહ રહે તે માટે આપણું અસુરક્ષિત હોવું જરૂરી છે. ત્યારે તમે મહત્વકાંક્ષા અને અધિપક્ષને જુઓ છો અને તેને સમજો છો. ત્યારે તમે એ જોવાની શરૂઆત કરો છો કે આધિપત્ય કયારે અને કયા તબક્કે જરૂરી છે. જેમ કે પોલીસનું આધિપત્ય અને તેથી વધારે કોઈ નું નહીં ત્યારે ત્યાં શીખવા માટે કોઈનું આધિપત્ય નથી હોતું, કોઈના જ્ઞાનનું આધિપત્ય નથી હોતું,કોઈ ની ક્ષમતાનું આધિપત્ય નથી હોતું, સામાજિક પ્રતિષ્ટા મળે તેવું કાર્ય કરવા માટે કોઈ નું આધિપત્ય નથી હોતું . ગુરુ શિક્ષક અને બીજા બધાના આધિપત્ય ને સમજવા માટે કુશાગ્ર મનની અને સ્પષ્ટ મગજ ની જરૂર પડે છે. નહીં કે ઝાંખા મગજની કે મંદ મગજની.
મનોહર ટાઈમ્સ ના પાઠકોને આ કોલમમાં કંઈક નવું આપવાની સદૈવ – ઈચ્છા રહેતી હોય છે. તેથી જ આ શ્રેણીના કેટલાક, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અંશો આપવાની શરૂઆત કરી છે. મને ખબર છે કે તદ્દ્ન સામાન્ય પાઠકોને આ લેખો ખુબજ અઘરા અને ક્લિવ લગતા હશે પરંતુ ઘરેડ કે ચીલા ચાલુ પદ્ધતિઓની એવી તો આપણને ટેવ પડી ગઈ છે કે આમાંથી નીકળવું ખુબ જ મુશ્કેલ લાગે છે પરંતુ દિલ અને દિમાગ જો આ લેખોને આપી શકીએ તો એક નવી દુનિયા તમારી સમક્ષ ઉઘડી શકે છે. એમાં લેશ માત્ર શંકા નથી.

ભાગ્ય રે મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંગ…. : સ્વતંત્ર ભારતના 42 માં જગતગુરુ શ્રી રામાચાર્યજીનો દેહ પંચમહાભૂતમાં વિલીન : અહેવાલ : જતીન રાવલ (લાઈફ કોચ અને ઈંગ્લીશ એક્સપર્ટ )

December 23rd, 2023

ભાગ્ય રે મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંગ….

આનંદભાસ્ય સિંહાસનાસીન ૪૨ માં વર્તમાન આચાર્ય જગતગુરુ શ્રી રામા નંદાચાર્ય સ્વામી શ્રી રામાચાર્યજીનું ૮૨ વર્ષની વયે નિધન થયું. ઇ.સ.૧૯૪૧ ઉત્તર પ્રદેશના ગંગા મૈયા તટ પર આવેલ નેવર ગામમાં માં અતિ સમૃદ્ધ બ્રાહ્મણ સમાજના ત્રિપાઠી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રી શિવપ્રસાદ ત્રિપાઠી પ્રતિભા સંપન્ન ઉચ્ચકોટિના હેડ માસ્તર તરીકે નેવર ગામની શાળામાં સેવારત હતા. તેઓના પૂજ્ય માતા શ્રી રાનીદેવી ખૂબ જ ધાર્મિક તેમજ પરગજુ સ્વભાવ વાળા હતા. સ્વામી શ્રી નો જન્મ બ્રહ્મ મુહૂર્તમાં થયો હતો. શ્રી રામ નામ ઘરના સૌ કોઈને બોલવામાં ગોષથી થઈ ગયેલ હોવાથી તેઓનું નામ ‘શ્રીરામ’ પાડવામાં આવ્યું હતું. તેઓને માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં જ ઘણી બધી ચોપાઈઓ કંઠસ્થ થયેલ. પિતાજીની દેખરેખ નીચે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરતા ગયા પરંતુ શ્રીરામનું મન કંઈ બીજું જ વિચારતું હતું. ઇ.સ.૧૯૬૧ ના એ ગરમીના દિવસોમાં સંસારિક જીવનને ત્રિલાંજલિ આપી પ્રભુ ભક્તિના પંથે પહેરેલ વસ્ત્ર એ ચાલી નીકળ્યા.

તેમના નાના શ્રી એ કહેલ શબ્દોનું તેઓ સતત રટણ કરતા.. સત્યમ વદ… હંમેશા સાચું બોલજે.. કદાપી અસત્યનો સહારો લેતો નહીં. પૂજ્ય નાના ના આ શબ્દોના ગુંજારોથી શ્રીરામ ખૂબ જ મક્કમ બનેલ. એક સાધુ મહાત્માએ તેઓને બનારસ મોકલ્યા શ્રી રામ એ નવા આશીર્વાદ સાથે શુભ ભાવના સાથે એક નવાજ મુકામે જીવનપથના એક નવીન મુકામે જવા પ્રયાણ કર્યું. શ્રીરામ બનારસમાં રામઘાટ નજીક આવેલ મહુની બાબાની છાવણી નામની સંસ્થામાં રોકાયેલ. બનારસ માં ખૂબ જ પ્રચલિત એવી આ ધાર્મિક સંસ્થા એક આશ્રમ સમાન જ દિસ્ટી. બનારસ દેશના હિન્દુ સમાજનું મુખ્ય ધાર્મિક સ્થળ હોવાને પરિણામે રોજેરોજ અસંખ્ય માનવ મેરામણનું દર્શન તેમજ આવાગમન રહ્યા કરતું હતું. શ્રીરામને આ ધાર્મિક વાતાવરણ ખૂબ જ આનંદમય લાગતું હતું. શ્રીરામ પ્રેમાળ વર્તનને પરિણામે સૌ કોઈના લાડકવાયાને પાત્ર બનેલ. આ આશ્રમના રહેઠાણ સમયમાં શ્રીરામને અવારનવાર વારાણસી, હરિદ્વાર યમનોત્રી કેદારનાથ વૃંદાવન મથુરા તથા અન્ય આજુબાજુમાં આવેલ ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાતો લેવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયેલ આ સમય હતો ઈ.સ 1964 65 નો. ત્યારબાદ તેઓ ગુરુ આગના મેળવીને 1966 ની આસપાસ ગુજરાતના અમદાવાદ શહેરના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલ શ્રી સરસપુરદાસજી રામાનંદ સંસ્કૃત વિદ્યાલયમાં અભ્યાસ અર્થે પધારેલ. શ્રી રામે 1968ના વર્ષમાં પ્રથમા ની પરીક્ષા ઉચ્ચ ગુણાંક મેળવીને પ્રાપ્ત કરેલ ત્યારબાદ અનુક્રમે વ્યાકરણ આચાર્ય તથા સાહિત્ય રત્નની પરીક્ષાઓ શ્રી રઘુવર રામાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય માંથી જ આપેલી અને દરેક પરીક્ષામાં ઉચ્ચતમ ગુણાંક પ્રાપ્ત કરેલ. શ્રીરામ પોતાની આગવીશ શૈક્ષણિક લગ્નને પ્રતાપે શ્રી સરયુદાસજી સંસ્કૃતમાં વિદ્યાલયમાં તથા શ્રી રઘુવર રામાનંદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પણ સૌના અભ્યારણ લાડકા શિષ્ય તરીકે ઓળખાતા હતા. અ પ્રતિમ લાગણીને પ્રતાપે સૌવુ અન્ય સપાટીએ શ્રીરામને શ્રીરામને બદલે શ્રી રામદાસના હુલામણા નામે જ બોલાવવા લાગેલ.

ગુજરાતના સાણંદ ગામમાં નિવાસ કરી શ્રી રામદાસે સમગ્ર સાણંદ તથા સાણંદ ગામની આજુબાજુમાં આવેલ નાના ગામો જેવા કે કોલટ, મોરૈયા, રતનપુરા, વાસણા ઇયાવા કુંડલ, વિંછીયા ગામ જેવા અનેક ગામોમાં ભ્રમણ કરીને રામાયણની સપ્તાહ ઉપર સપ્તાહો યોજીને પોતાની મધુર વાણીના માધ્યમથી સૌ ગામવાસીઓમાં પ્રીતિને પાત્ર બનવા લાગેલ. ઈ.સ 2013 માં હોટલ પ્લેટિનમ, અમદાવાદ માં ગુરુજી અમારા વર્કશોપના દીક્ષાંત સમારંભમાં બેંકના કર્મચારીઓને આશીર્વાદ આપવા પધારેલ. જ્યાં તેમણે ખૂબ જ સરળ ભાષામાં રીતિ નીતિ અને પ્રીતિની વાત સમજાવી તેમજ તેઓ કહેતાં જીવનમાં સત્કર્મ કરશો તો જ જીવન દિવ્ય બની જશે અને વિકાસ એ જીવનનું લક્ષ્ય છે. જીવનમાં વિકાસનું, સૂર્યમાં પ્રકાશનું અને મિત્રતામાં વિશ્વાસનું ખૂબ જ મહત્વ તેમણે સમજાવેલ. જે યાદગાર ક્ષણને અમે ક્યારેય ભૂલી નહીં શકીએ. જેઓના આશીર્વાદ હર હંમેશ અમારી સાથે છે. હોળી ચકલા વિસ્તારમાં સાણંદ ગામના તમાકુના અગ્રગણી નામાંકિત વેપારી શ્રી છોટુભાઈ આશાભાઈ પટેલ રામદાસના પ્રિય હતા. રામદાસ નો પડ્યો બોલ ઝીલનાર સજ્જન વ્યક્તિ તરીકે અગ્રસ્થાને રહેલ. માત્ર છોટુભાઈ જ નહીં પરંતુ અન્ય વ્યક્તિઓ પણ તેમના ધાર્મિક કાર્યમા સહયોગી બનતી રહી..

કુદરતની ગતિની કોઈ પારખી શકતું નથી એક સમયે એક ઘટના બનવા પામેલ અમુક કોઈક અંગત કારણોસર રામદાસ ને પોતાના જ મંદિરના વહીવટદારો સાથે હજુ તો બનતા તે જ સમયે સ્વમાનભેર હોળી ચકલા વિસ્તારના પટેલ વાસના શ્રી રામજી મંદિરના સ્થાનને છોડી સાણંદ ગામની બહાર બિલકુલ ઉજ્જડની જગ્યાએ પોતાનું નવું નિવાસસ્થાન બનાવીને ત્યાં રહેવા લાગેલ. જ્યાં પંચમુખી હનુમાનની સ્થાપના થઈ. ત્યારબાદ તેઓ અમદાવાદના ભઠ્ઠા પાલડી વિસ્તારમાં આવેલ કૌશલન્દ્ર મઠ ખાતે સ્વતંત્ર ભારતના 42 માં જગતગુરુ તરીકે રહ્યા. ખૂબ જ સરળ અને વિદ્વાન ગુરુજીને ભગવાન મહાદેવના ચરણકમળમાં સ્થાન મળે તેવી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના સાથે શ્રી ગુરુજીની દિવ્ય ચેતનાને દંડવત પ્રણામ….. જગતગુરુ સ્વામી શ્રી રામાચાર્યજીના અંતર આત્માને શાંતિ મળે તે અર્થે તારીખ 24 12 2023 રવિવારે બપોરે 3.00 થી 5.00 સમયે કૌશલેન્દ્ર મઠ, ભઠ્ઠા પાલડી પ્રાર્થના સભા નો કાર્યક્રમ રાખેલ છે.