સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “લોકશાહીનો પ્રાણ: પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા” વિષય પર ગોષ્ટી યોજાશે.

January 27th, 2024

સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૨૭ જાન્યુઆરીને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે સાણંદ સ્થિત ઠક્કર બાપા છાત્રાલય ખાતે વિચાર મંચના નવમાં મણકામાં એડવોકેટ રાજેન્દ્રસિંહ વાઘેલા અને શિક્ષક રાહુલભાઇ કંસારા દ્વારા “લોકશાહીનો પ્રાણ: પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા” અંગે વિચાર ગોષ્ટી યોજાશે.

આ કાર્યક્રમમાં લોકશાહી અને પ્રજાસત્તાકની વિભાવના, નાગરિકોની ફરજો અને અધિકાર તથા ભારતીય બંધારણના આમુખ વિષે વિગતે વક્તા અને શ્રોતા વચ્ચે ચર્ચા કરવામાં આવશે. રસ ધરાવતા તમામ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થઇ શકશે.

સાણંદ અને ચાંગોદર વિસ્તારમાં બેફામ જતાં ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવા લોકો માગ

January 24th, 2024

સાણંદમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક ડમ્પર ચાલકો સાણંદ સરખેજ, ચાંગોદારના માર્ગો સહિત હાઇવે પર ઓવરલોડ કપચી, રેતી, માટી ભરી માતેલા સાંઢ માફક જતાં હોવાના કારણે અગાઉ નાના મોટા અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, ત્યારે સરેઆમ નિયમોનું ઉલ્લઘન કરતાં ડમ્પર ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા શહેરીજનોએ માંગ કરી છે. એક મહિના અગાઉ સાણંદમાં ડમ્પર ચાલકની અડફેટે યુવાનનું મોત થયું હતું.
સાણંદ શહેર તેમજ ચાંગોદાર વિસ્તાર અને તાલુકાના ગામડાઓમાં રોડ ઉપર ડમ્પર ચાલકો બેફામ ડમ્પરો ચલાવી રહ્યા છે. ખાસ કરીને શેલા થી તેલાવ રોડ, નળ સરોવર રોડ, બાયપાસ, સનાથલ સર્કલ રોડ પર અનેક આવા ડમ્પર ચાલકો તેના વાહનના નંબર પ્લેટ વગર અને ઓવરલોડ વજન ભરી જતા હોવાથી રોડ પર ચાલતા ખૂલ્લા વાહનો બાઇક, છકડા સહિતના વાહનચાલકો ઉપર રેતી, માટી ઉડતા મુસીબત ઉભી થાય છે. વળી આવા ડમ્પર ચાલકો આરટીઓ ના નિયમને નેવી મૂકી દોડતા હોય છે. સાણંદ શહેર અને તાલુકામાં ગામડાના રોડ ઉપર પર પૂરઝડપે પસાર થતા ડમ્પર ચાલકોને જાણે જિલ્લા ટ્રાફિક, સાણંદ, ચાંગોદાર, જીઆઈડીસી પોલીસની ટ્રાફિક પાખનો કે આરટીઓનો અને કાયદાનો સહેજ પણ ડર ના હોય તેમ સ્થાનિકોને લાગી રહ્યું છે.
અગાઉ સાણંદ શહેરમાં અને તાલુકાનાં ગામડા વિસ્તાર્ન ચાંગોદર વિસ્તારમાં આવા ડમ્પર ચાલકોના કારણે અકસ્માતની ઘટના બની છે. નોંધનીય છે કે એક મહિના અગાઉ અમદાવાદના વાસણાના 30 વર્ષીય પ્રકાશભાઈ ગોપાલભાઈ સોલંકી કોલટથી સાણંદ ખાતે સાસરીમાં જતાં દરમ્યાન સાણંદ બાયપાસ રોડ પર ડમ્પર ચાલકે બાઇક ચાલક પ્રકાશભાઈ સોલંકીને ટક્કર મારતાં તેઓનું મોત થયું હતું.

સાણંદની સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીનો કાચ તૂટ્યો

January 24th, 2024

સાણંદ શહેરના ખોડિયાર નગર સોસાયટીમાં જાહેર માર્ગ પર પાર્ક એક ગાડીનો અજાણ્યા ઇસમોએ કાચ તોડી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. નોંધપાત્ર છે એક મહિના અગાઉ આ રોડ પર પાર્કની નંબર પ્લેટની ચોરી થતાં સમગ્ર બનાવ અને બંને ગાડીના ચાલકોએ સાણંદ પોલીસમાં જાણવા જોગ દાખલ કરવા અરજી કરી હતી. સાથે રાત્રે આ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલીંગ કરવા લોક માંગ ઉઠી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાણંદના ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા ગૌરવભાઈ ઠક્કરએ તેઓની ગાડી તેમના ઘર પાસે રોડ પર પાસે પાર્ક કરી હતી. 23 જાન્યુઆરી સવારે ગૌરવભાઈ તેઓના કામ અર્થે ગાડી લઈને બહાર જવા નીકળ્યા ત્યારે ગાડીની પાછળના દરવાજાનો કાચ કોઈ તૂટેલી હાલતમાં હતો. રાત્રી દરમ્યાન પાર્ક કરેલ ગાડીનો કાચ અજાણ્યા ઇસમોએ ફોડી નાખતા સમગ્ર ખોડીયાર નગર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. બનાવને લઈને ગૌરવભાઈએ સાણંદ પોલીસમાં લેખિતમાં અરજી કરી હતી સાથે આવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.
વળી 25 ડિસેમ્બરે આ જ ખોડિયાર નગરમાં રહેતા પંડિત વિમેશકુમારની ઘર નજીક પાર્ક ગાડીની આગળ અને પાછળની બંને નંબર પ્લેટની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થયા હતા. જેને લઈને તેઓએ પોલીસમાં અરજી કરી હતી.

   ઘટના બનતા સ્થાનિક રહીસો અને ગૌરવભાઈ સાણંદ નગરપાલિકા ખાતે આ રોડ પર લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરવા પહોચ્યા હતા જ્યાં સીસીટીવી છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું જણાવ્યુ હતું. બીજી તરફ નગરપાલિકાના એક કર્મીએ નામ ન આપવાની શરતી કહ્યું કે ખોડિયાર નગર સહિત વિસ્તારના સીસીટીવી બંધ હાલતમાં છેલ્લા ઘણા મહિનાઓથી છે.

રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સાણંદના ગામે ગામ અનોખો ઉત્સાહ

January 21st, 2024

અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે સાણંદના ગામે ગામ રામોત્સવને લઈને અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. સાણંદમાં રેલી અને મહા આરતી સહીત શોભા યાત્રાનું આયોજન વિવિધ મંડળો દ્વારા કરાયું છે. શહેરના સિદ્ધનાથ મંદિરે દીપમાળા સાથે મહા આરતી, શહેરના બાવળીયાના ઝાંપે રામજી મંદિરે રામધૂન, ભજન અને મહા આરતી યોજાશે. શહેરના ખોડિયાર માતાજીના મંદિરે સવારે રંગોળી સ્પર્ધા, બાઇક રેલી,મહા આરતી અને સાંજે ગરબાનું આયોજન કરાયું છે. શહેરના બ્રહ્મપોળ ખાતે કપિશ્વર હનુમાન મંદિરે વેશભૂષા સાથે રાત્રે ભજન તેમજ શહેરના જલારામ મંદિરે રામધૂન,ભજન અને સાણંદ બાયપાસ ઉમિયા મંદિરે મહા આરતી તેમજ શંકરવાડી હનુમાનજી મંદિરે મહા આરતી, શહેરની ગોહેલશેરી ખાતે પ્રભાત ફેરી રામ પુજા મહા આરતી, શોભા યાત્રા, ભોજન પ્રસાદ, ભજન કીર્તનનું સુંદર આયોજન કરાયું છે.

તાલુકાના સનાથલ ગામે શોભાયાત્રા, ધ્વજારોહણ, યજ્ઞ, મહાપ્રસાદનું વિતરણ સુંદરકાંડનું આયોજન જ્યારે રતનપુરા ગામે પ્રભાત ફેરી, રામધૂન, શોભા યાત્રા, મહા આરતી, સંતવાણી ડાયરોનું આયોજન,વાસણા ગામે શોભા યાત્રા,યજ્ઞ, સુંદરકાં, મહા આરતી, દીપમાળાનું આયોજન, રેથલ ગામે રામજી મંદિરે શોભા યાત્રા, યજ્ઞ, આરતીનું આયોજન, તેલાવ, મોડસર ગામે શોભા યાત્રા, યજ્ઞ,મહા આરતી સાથે દીપમાળાનું આયોજન,ઇયાવા ગામે મહા આરતી, રામધૂન સહિતનું આયોજન, માણકોલ ગામે મહાઆરતી, લેખબા ગામે શોભાયાત્રા, મહા આરતી, ભજન કીર્તનનું આયોજન, ગોધાવી,શેલા,ચેખલા સહિતના તાલુકાનાં ગામે ગામે મંદિરોમાં મહા આરતી, ભજન કીર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન ગામજનો દ્વારા કરાયું છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

સાણંદમાં 22મીએ નોનવેજની લારીઓ,હોટલ બંધ કરાવા રહીસોનું મામલતદારને આવેદન

January 20th, 2024

સાણંદના રહિશોએ વાહનો લઈ રેલી સ્વરૂપે નીકળી સાણંદ નગર પાલિકા, સાણંદ પોલીસ તેમજ સાણંદ મામલતદાર અધિકારીને લેખિતમાં આવેદન પાઠવ્યું હતું કે 22 મી જાન્યુઆરી સમગ્ર દેશમાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય મહોત્સવ ઉજવામાં આવી રહ્યો છે ત્યારે આ પવિત્ર ઉત્સવ દરમિયાન લોક લાગણીને ધ્યાનમાં રાખીને સાણંદ શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં નોન વેજની લારીઓ અને હોટલો, દુકાનો બંધ રાખવા લેખિતમાં રજૂઆત કરી હતી.

સાણંદ શહેરમાં સમડી અને ચરલમાં વિદેશી પક્ષીને દોરીથી ઇજા થતાં રેસક્યું કરાયું

January 20th, 2024

ઉત્તરાયણ પર્વ બાદ પણ અનેક થાંભલા,વૃક્ષોમાં,વાયર પર રહેલી દોરીને કારણે નિર્દોષ પક્ષીને ઇજાઓ થઈ રહી છે. સાણંદ શહેરના નળ સરોવર રોડ પર જેડીજી સ્કૂલના ગ્રાઉન્ડમાં દોરીમાં ફસાયેલ સમડી અને ચરલ ગામે દોરીથી ઇજા પામેલ વિદેશી પક્ષી પેન્ટ સ્ટોક બર્ડ્સને પક્ષી બચવા સારવાર માટે ખસેડયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદના નળ સરોવર રોડ પર જેડીજી શાળાના મેદાનમાં ઝાડની વચ્ચે દોરીમાં એક સમડી ફસાઈ હતી જેની જાણ સ્થાનિક દુકાનદારોને થતાં સાણંદ સાધન ફાઉન્ડેશનના ગૌરવભાઈ ઠક્કરને જાણ કરતાં તેઓની ટિમના અભિ ઠક્કર અને હર્ષ દોબી તાત્કાલિક દોડી આવી સ્થાનિક લોકોની મદદથી સમડીને ભારે જાહેતથી રેસક્યું કરી હતી. દોરીથી સમડીને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર કરાઇ હતી.
બીજી તરફ સાણંદ તાલુકાનાં ચરલ વિસ્તારમાં દોરીથી ઘાયલ વિદેશી પક્ષી નો જીવ બચાવ્યો હતો જેમાં ચરલમાં એક પક્ષી ઘાલ થતાં જયેન્દ્રભાઈ નામના યુવકે એનિમલ લાઇફ કેરના વિજય ડાભીને જાણ કરતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું આ અંગે વિજય ડાભી જણાવ્યું કે પેન્ટ સ્ટોક બર્ડ્સ છે તેની ડાબી પાખ દોરી ના કારણે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવ્યું છે. વળી મેલાસણ વિસ્તારમાંથી પણ બે દિવસ અગાઉ દોરીથી ઘાયલ થયેલ નકટા (કોમ ડક) પક્ષીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવી લેવામાં આવ્યું હતું. ઉત્તરાયણના પર્વ બાદ હજી પણ અનેક ઝાડ,થાંભલા સહિત વાયરો પર દોરી લટકતી હોય તેનો યોગ્ય નિકાલ કરવા પક્ષી બચાવવા માટે કામગીરી કરતી સ્થાનીઓ દ્વારા અપીલ કરાઇ છે.

સાણંદના સનાથલમાં એનર્જી રીસોર્સ કંપનીના ગોડાઉનમાં સ્ટોક કીપરે ગેસના 170 બાટલા બારોબાર વેચી નાખતા ફરિયાદ

January 20th, 2024

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટના એનર્જી રીસોર્સ કંપનીના ગોડાઉન કીપર નિર્મલસિંહ કિશોરસિંહ વાઘેલાએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓની કંપની એજીસ (એલ.પી.જી.) પ્રા.લી. ના પ્યોર ગેસ તેમજ વેન્સન એનર્જી પ્રા.લી. ના એનર્જી ગેસના બાટલા વિતરણ નો વ્યવસાય કરે છે અને એક ગોડાઉન સનાથલ ખાતે છે જેમાં ગોડાઉન કિપર તરીકે ગૌરવભાઈ જમનભાઈ ટાંક (રહે, શાંતીકળશ સોસા. બાવળા)ની નિમણુક કરવામાં આવેલ હતી.
આ ગોડાઉનની સાળસંભાળ તથા રોજબરોજના બાટલાના વિતરણનો હિસાબ કિતાબ તેમજ ઓર્ડર મુજબ ડીલીવરી, બીલીંગ અને ચુકવણીની સંપુર્ણ કામગીરી ગૌરવભાઈ કરતાં હતા. ગઈ તા. 14 ડિસેમ્બરે ઘણા બધા ડીલર તેમજ ગ્રાહકોના કંપનીની રાજકોટ ઓફીસે ફોન શરૂ થયા હતા. કે બે ત્રણ દિવસ થી આપેલ ઓર્ડરની બાટલા ની ડીલીવરી હજી સુધી થયેલ નથી અને તમારા ગોડાઉન ઉપર ગૌરવભાઈ ટાંકનાઓ વાયદાઓ કરી રહ્યા છે જેથી રાજકોટ ઓફિસેથી અમદાવાદના સનાથલ ખાતેના ગોડાઉનનો સ્ટોક સીસ્ટમમાં ચેક કરતા પર્યાપ્ત હતો. આથી અમદાવાદના સનાથલ ગોડાઉન ખાતેના ડ્રાઈવરને ફોન કરી ડીલીવરી ન થઈ હોવાનુ કારણ પુછતા જાણવા મળેલ કે ગોડાઉન પર બાટલા છે જ નહી. કંપનીએ સનાથલ ગોડાઉનમાં તપાસ કરતાં સ્ટોક રજીસ્ટર મુજબ 4 કિલોના ભરેલા 60 તથા ખાલી 43 તેમજ 10 કિલોના ભરેલા 23 તથા ખાલી 2 તેમજ 15 કિલોના ભરેલા 17 તથા ખાલી 4 અને 17 કિલોના ભરેલા 18 તથા ખાલી 3 બાટલાઓ મળી આશરે કિ.રૂ.1.45 લાખના 170 બાટલા ઓછા હતા.
વળી તપાસ દરમ્યાન ગૌરવ ટાંક ફરાર થઈ ગયો હતો અને કંપનીને ફોનમાં જણાવેલ કે તેની આર્થીક સ્થિતિ નબળી હોવાના કારણે મેં થોડુ સેટીંગ કરેલ હતુ. અને મારે આપવાની થતી રકમનુ હું છ મહીનામાં સેટીંગ કરી પરત પૈસા આપીશ તેવુ જણાવી ફોન કાપી નાખેલ અને સ્વીચઓફ કરી નાખ્યો હતો. વધુ તપાસ અગાઉ પણ ગૌરવ ટાંક કંપનીના ગેસના બાટલા બારોબાર વેચી દીધેલ અને જુલાઈ મહીનામાં પકડાયો હતો. ત્યારે પકડાઈ જતા કંપનીના માલિક પાસે માંફીમાં ગતા જરૂરીયાતમંદ માણસ હોવાથી રહેમ નજર રાખીને કંપનનીના માલિકે માફ કરીને એ સમયે હિસાબના લેવાના નિકળતા રૂ.1.21 ગૌરવભાઈ ટાંકએ તેના પગારમાંથી હપ્તા કરી કંપનીમાં જમા કરાવવાનું નક્કી કરાયું હતું,. જેમાંથી રૂ.58,160 જમા કરી બાકી નિકળતા 63,239 અને હાલના 1,50,060 મળી કુલ રૂ. 2.13ના હિસાબની રકમ ઉંચાપત કરતાં સમગ્ર મામલે કંપનીના કર્મી ચાંગોદર પોલીસમાં ગૌરવ ટાંક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધયો છે.

સાણંદ શહેરના હરેકૃષ્ણ સોસાયટીમાં ગટર ઉભરાતા રહીશોમાં રોષ

January 19th, 2024

સાણંદના હરેકૃષ્ણ સોસયાટીના વિભાગ 2માં છેલ્લા 4 મહિના કરતાં વધારે સમયથી સોસાયટીના રસ્તા પર અંડર ગ્રાઉન્ડ ગટર ઉભરાઇ રહી છે જેને કારણે અહિયાં વસવાટ કરતાં 100 જેટલા પરિવારજનોને રોગચાળો ફાટી નીકળવાની લોકોને દહેશત લોકોને સતાવી રહી છે. ઘરની બહાર નીકળતા જ દરવાજા આગળ ગટરનું પાણી ભરાઈ રહેતા રહીસો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ કહ્યું કે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર રહેતા તંત્રની કામગીરી સામે લોકોએ સવાલો ઉઠાવ્યા છે. સોસાયટીના રોડ પર ગંદા પાણી ઉભરતું બંધ કરી સમસ્યાનો કાયમી નિકાલ માટે સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે.

સાણંદ માર્કેટ યાર્ડ બહાર રોડ પરથી પાર્ક કરેલ બાઇકની ચોરી

January 19th, 2024

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ એ.એમ.સી.માર્કેટની ઓફીસની બાજુમાં આવેલ હિમાલયા આયુર્વેદીક નામના તંબુમાં આયુર્વેદીક દવાઓનો સુનીલકુમારs અજયકુમાર ઉર્ફે કમલસિંગ રાજપુત વેપાર કરે છે તેણે તંબુની બહાર બાઈકમાં ચાવી રાખી પાર્ક કરેલ હતું અને પાછળના બીજા તંબુમાં નાહવા ગયેલ તે દરમ્યાન અજાણ્યા ઇસમે રૂ. 40 હજારની કિંમતનું બાઇક ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ઘટના અંગે સુનીલકુમારે સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગોધાવી જમીન મામલો:સાણંદ પ્રાંત ઓફિસર સમક્ષ 4 મહિલાએ શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

January 18th, 2024
      સાણંદના ગોધાવી ગામે ખેડૂત પરિવારની જાણ બહાર હાલની કરોડો રૂપિયાની કિંમતની જમીન બારોબાર વેચી નાખવતા અગાઉ ગત ઓગસ્ટમાં બોપલ પોલીસમાં ગુનો નોંધાયો હતો  આ મુદ્દે અગાઉ પરિવારે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગને ન્યાય ન મળે તો આત્મવિલોપની ચીમકી આપી હતી ત્યારે ગુરુવારે સાણંદ પ્રાંત ઓફિસ ખાતે 4 મહિલાઓએ ન્યાનની માંગ કરી પેટ્રોલ છાંટતા કચેરીમાં દોડધામ મચી હતી, તાત્કાલિક પ્રાંત અધિકારી અને અન્ય કર્મીઓ દોડી આવી 4 મહિલાઓને આત્મ વિલોપન કરતાં રોક્યા હતા. ઘટનાને પલગે મહિલા પોલીસે 4 મહિલાઓને સાણંદ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “લોકશાહીનો પ્રાણ: પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા” વિષય પર ગોષ્ટી યોજાશે.

January 27th, 2024

સાણંદ અને ચાંગોદર વિસ્તારમાં બેફામ જતાં ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવા લોકો માગ

January 24th, 2024

સાણંદની સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીનો કાચ તૂટ્યો

January 24th, 2024

રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સાણંદના ગામે ગામ અનોખો ઉત્સાહ

January 21st, 2024

સાણંદમાં 22મીએ નોનવેજની લારીઓ,હોટલ બંધ કરાવા રહીસોનું મામલતદારને આવેદન

January 20th, 2024

સાણંદ શહેરમાં સમડી અને ચરલમાં વિદેશી પક્ષીને દોરીથી ઇજા થતાં રેસક્યું કરાયું

January 20th, 2024

સાણંદના સનાથલમાં એનર્જી રીસોર્સ કંપનીના ગોડાઉનમાં સ્ટોક કીપરે ગેસના 170 બાટલા બારોબાર વેચી નાખતા ફરિયાદ

January 20th, 2024

સાણંદ શહેરના હરેકૃષ્ણ સોસાયટીમાં ગટર ઉભરાતા રહીશોમાં રોષ

January 19th, 2024

સાણંદ માર્કેટ યાર્ડ બહાર રોડ પરથી પાર્ક કરેલ બાઇકની ચોરી

January 19th, 2024

ગોધાવી જમીન મામલો:સાણંદ પ્રાંત ઓફિસર સમક્ષ 4 મહિલાએ શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

January 18th, 2024